કૌભાંડ / સ્મૃતિની ગ્રાન્ટમાં ગેરરીતિ, કેટલી રકમ રિકવર કરી?

Divyabhaskar.com

Mar 15, 2019, 01:05 AM IST
સાંસદ સ્મૃતિ ઈરાનીની ફાઈલ તસવીર
સાંસદ સ્મૃતિ ઈરાનીની ફાઈલ તસવીર
X
સાંસદ સ્મૃતિ ઈરાનીની ફાઈલ તસવીરસાંસદ સ્મૃતિ ઈરાનીની ફાઈલ તસવીર

  • હાઇકોર્ટે 26 માર્ચ સુધીમાં સરકાર પાસે જવાબ માગ્યો
  • ઇરાનીના પી.એ. દ્વારા કામની ભલામણ કરાઈ હતી

અમદાવાદઃ  કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીની સૂચનાથી ગ્રામ્ય વિકાસના કામ માટે શારદા મજૂર કામદાર સહકારી મંડળીને અપાયેલા કામમાં વ્યાપક ભ્રષ્ટાચારની ઘટનામાં કલેકટર અને ઓડિટર જનરલના અહેવાલમાં પણ કામ નહી થયાનો ઘટસ્ફોટ થયો હતો. જે મામલે આજે હાઇકોર્ટે સહકારી મંડળી પાસેથી 4 કરોડની રિકવરી કરવામાં આવી છેકે કેમ? તેનો અહેવાલ રજુ કરવા આદેશ આપ્યો છે.

ફંડનો દુર ઉપયોગ થયાનું બહાર આવ્યું
1.આંકલાવના કોંગ્રેસી અગ્રણી અમીત ચાવડા સહિત અન્યો દ્વારા એડવોકેટ આનંદ યાજ્ઞીક મારફત કરાયેલી રિટમાં એવી રજૂઆત કરાઇ હતી કે, લોકલ એરીયા ડેવલપમેન્ટ ફંડની નીતિ હેઠળ કેન્દ્ર સરકાર દરેક જિલ્લાના વર્ષે 5 લાખ બે તબક્કામાં ચુકવે છે. સ્મૃતિ ઇરાનીએ આણંદ જિલ્લાને નોડલ જિલ્લો જાહેર કરી 2014માં માઘરોલ ગામને યોજના હેઠળ પસંદગી કરી હતી. જે માટે ફાળવવામાં આવેલા ફંડનો દુર ઉપયોગ થયાનું ઓડિટર જનરલના રીપોટમાં બહાર આવ્યું હતું. 
2.

તપાસમાં એવું બહાર આવ્યું હતું કે, 125 જેટલા દર્શાવેલા કામો પૈકી 96 કામો કરવામાં આવ્યા ન હતા. જેથી આ રકમની રીકવરી કરવા માટે હાઇકોર્ટે અગાઉ આદેશ આપ્યો હતો. આ મંડળીને અગાઉ 2015-16 અને 16-17ના કામમાં પણ 23.52 લાખની ચુકવણી કરવામાં આવી હતી.

એજન્સીએ તેમના કામની તપાસ કરતા જાણવા મળ્યું કે મંડળીએ કોઇ કામગીરી કર્યા સિવાય જ નાણાં લીધા છે. મંડળીને શાળાના બાંધકામ, સ્મશાનની દિવાલ, પંચાયત મકાનની મરમ્મત સહિતના ગામના અન્ય કામો કરવા માટેની કામગીરી સોંપવામાં આવી હતી.
આ કેસની આજે સુનાવણી દરમ્યાન હાઇકોર્ટે સરકાર પાસે જવાબ માગ્યો હતો કે, તેઓ મંડળી પાસે 4 કરોડ વસુલવા માટે સરકાર દ્વારા કયા પગલા લેવામાં આવ્યા તેનો અહેવાલ રજુ કરવામાં આવે. હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી આગામી 26મી પર મુલત્વી રાખી છે.

કેસ શું છે ?
3.ખેડાની શ્રી સરદાર મજૂર કામદાર સહકારી મંડળીને કોઇપણ કામની પ્રક્રિયા અનુસર્યા સિવાય કામગીરી સોંપી દેવામાં આવી હતી. સ્મૃતિ ઇરાનીના પી.એ દ્વારા ટેલીફોન પર આપેલી સૂચનાને આધારે આ કામગીરી સોંપવામાં આવી હોવાનું જણાવ્યું હતું. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી