અમદાવાદના નારોલમાં મામાએ કરેલી છેડતીનો બદલો લેવા આઠ વર્ષના ભાણીયાની હત્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદઃ નારોલ વિસ્તારમાંથી એક મહિના પહેલા ગુમ થયેલા 10 વર્ષીય બાળક કનૈયા પરિહારની હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું છે. કનૈયાનું કંકાલ મળી આવતા સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો છે. મામાએ પાડોશી મહિલાની કરેલી છેડતીનો બદલો લેવા ભાણીયાની હત્યા કરી નાખી હતી.

નારોલમાં રહેતો 8મી ડિસેમ્બર ના રોજ કનૈયા પરિહાર ગૂમ થયો હતો. લાંભા નજીક આવેલા શાહવાડી પાસે ના ખેતરમાંથી કંકાલ મળી આવ્યું છે. કનૈયાની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. હત્યા બાદ મૃત દેહ ને દાટી દેવામા આવ્યો હતો   

 

કનૈયાના મામાના પાડોશીએ હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. કનૈયાના મામાએ પડોશી મહિલા સાથે શારીરિક અડપલા કર્યા હતા જેની અદાવત મા પડોશીએ માસુમ કનૈયાની હત્યા કરી નાખી હતી. નારોલ પોલીસે સુધીર નામના એક શખ્સની અટકાયત કરી છે.