તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અસામાન્ય સંજોગોમાં લોકોને એલર્ટ કરવા 45 સાઈરન એક્ટિવ કરાઈ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • સિવિલ ડિફેન્સ હરકતમાં આવ્યું
અમદાવાદ: દેશના વીરજવાનો પર આત્મઘાતી આતંકવાદી હુમલા સામે ભારતીય હવાઈદળની  જવાબી કાર્યવાહી  બાદ દુશ્મન દેશ પાકિસ્તાન તરફથી ગમે ત્યારે હુમલો થઈ શકે છે. આ સંજોગોમાં ક્યારે યુદ્ધ છેડાઈ જાય તે નક્કી હોતુ નથી. આ સંજોગોમાં  સિવિલ ડિફેન્સ (નાગરિક સંરક્ષણ તંત્ર) દ્વારા અગમચેતીના પગલાંરૂપે જરૂરી સૂચનાઓ જારી કરાઈ છે. હવાઈહુમલા સમયે સાઈરન વાગે તો શું સમજવું તે અંગે જાગૃતિ ફેલાવાઈ રહી છે. આ બાબતે કલેક્ટર સાથે સંકલન સાધવામાં આવી રહ્યું છે.

અમદાવાદ સિવિલ ડિફેન્સના એડિશનલ ચીફ વોર્ડન બ્રિજેશ શાહે જણાવ્યું હતું કે, હવાઈ હુમલાની ચેતવણી દરેક શહેરમાં સાઈરન વગાડીને કરવામાં આવે છે જેમાં તૂટક તૂટક બે મિનિટ સુધી હવાઈ હુમલાની ચેતવણીરૂપે વગાડાય છે. ત્યારબાદ પરિસ્થિતિ સંપૂર્ણ કાબૂમાં આવી જાય ત્યારે સાઈરન સળંગ બે મિનિટ સુધી વગાડાય છે જેને સબ સલામતની જાણ કરતી સાઈરન માનવી જોઈએ.

 • વાહનોમાં ઈંધણ ટેન્ક ફૂલ રાખવી.
 • ઓછામાં ઓછા એક મહિના માટે ઘરની જરૂરિયાત જેમકે અનાજ/કરિયાણાનો સ્ટોક કરી રાખવો.
 • ઘરે તાત્કાલિક ઉપયોગમાં લઈ શકાઈ એવી આવશ્યક દવાઓનો સંગ્રહ રાખવો.
 • નાના બાળકોની જરૂરિયાત ખોરાક/દવાની સગવડ કરી રાખવી.
 • યુદ્ધમાં એલર્ટ જાહેર થયેલ અથવા ભોગ બનનાર વિસ્તારમાં જરૂરિયાતના કલાકો દરમિયાન એકબીજાને મદદ કરો.
 • જાગતા રહો, જાગૃત રહો, કારણ લગભગ તમામ યુદ્ધો રાત્રે જ શરૂ થાય છે...!
 • પોતાના જરૂરિયાત મુજબ રોકડ રકમ હાથ ઉપર રાખવી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો