તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદમાં દીકરાનો ફોટો પાડવા આવેલા ફોટોગ્રાફરે મહિલાને બાથમાં ભીડી, ઈજ્જત લેવાનો પ્રયાસ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મહિલાનું ઘર નજીક હોવાથી ફોટોગ્રાફર ઘરે પહોંચી ગયો
  • સરદારનગરના નોબલનગરનો બનાવ
અમદાવાદ: સરદારનગર વિસ્તારમાં ઘરમાં મહિલાને એકલી જોઈ ફોટોગ્રાફરે તેને બાથમાં ભીડી લીધી હતી. મહિલાએ બુમાબુમ કરતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મહિલાએ આરોપી ફોટોગ્રાફર સામે ફરિયાદ નોંધાવતાં સરદારનગર પોલીસે ગુનો નોંધી આરોપીની અટકાયત કરી છે. 

નોબલનગરની એક મહિલાએ સુભાષનગર પાસેના કોન્સેપ્ટ સ્ટુડિયો ધરાવતા ફોટોગ્રાફર હરીઓમ વર્માને ફોન કરી તેના પુત્રમાં ફોટો પાડવા બોલાવ્યો હતો.  

ઘર નજીક જ હોવાથી તે મહિલાના ઘરે પહોંચી ગયો હતો. તેણે તમે ઘરમાં એકલા છો? તેમ કહી મહિલાનો હાથ પકડી લીધો હતો. હું અને મારો દીકરો ઘરમાં છીએ એમ કહેતા તેણે દરવાજો બંધ કરીને બાથમાં લઈ લીધી હતી. 

બુમાબુમ કરતા તેનું મોઢું દબાવી રાખ્યું હતું. જો કંઈ પણ તે કરશે તો જાનથી મારી નાખશે તેવી ધમકી આપી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો