તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vibrant Summit 2019 Applause And Compliment Less For Pm Modi, Give A Shortest Speech Of All Vibrant

મોદીની વાહ વાહ વિનાની વાઇબ્રન્ટ સમિટ નિરસ, PMએ અત્યાર સુધીની સમિટ કરતા સૌથી ટૂંકી સ્પીચ આપી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મોદીએ મૂડીરોકાણકારોને આવકારવાને બદલે પોતાની સરકારની કામગીરી રજૂ કરી
  • પીએમએ વાઇબ્રન્ટ સમિટના ભાષણ સાથે લોકસભા 2019ની ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા
  • મોદીના ભાષણના થોડા સમય બાદ માર્ચમાં લોકસભા ચૂંટણી યોજાવાના ન્યૂઝ આવ્યા

ટીકેન્દ્ર રાવલ, અમદાવાદઃ ગુજરાતમાં 2003થી લઈ 2017 સુધીની વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં પ્રથમ દિવસે આટલી નિરસતા પહેલીવાર જોવા મળી હતી. તેમજ પરાણે સમિટ કરવાની ફરજ પડી હોય એવો માહોલ જોવા મળ્યો હતો.  27થી વધુ વક્તાઓના ભાષણ બાદ બે કલાકે  મોદીનો વારો આવ્યો હતો. તેમાં પણ મોદીએ અત્યાર સુધીની તમામ વાઇબ્રન્ટ કરતા સૌથી ઓછો સમય માત્ર 23 મિનિટ 41 સેકન્ડ જ ભાષણ કર્યું હતું. આ ઉપરાંત મોદીના  સંબોધનમાં જુસ્સાનો પણ અભાવ જોવા મળ્યો હતો. તેમજ વક્તાઓએ દર વખતની જેમ આ વખતે નરેન્દ્ર મોદીના ભરપેટ વખાણ કર્યા નહોતા. 

 

 

મોદીએ પોતાના સંબોધનમાં પોતાની સરકારની ઉપલબ્ધિ ગણાવી લોકસભા ચૂંટણીના શ્રીગણેશ કર્યાં હોય એમ લાગ્યું હતું અને તેના થોડા સમય બાદ જ લોકસભા ચૂંટણીની જાહેરાતના ન્યૂઝ આવ્યા હતાં.

 

 

 

(ઈન્વેસ્ટર્સ સમિટમાં મહેમાનો માટે 'વાઇબ્રન્ટ FOOD', શ્રીખંડ,બાજરાના રોટલા-ભડથું જમાડ્યું)

1) ડ્રેસિંગથી લઈ દરેક બાબતે સજાગ પીએમ મોદીનું આજનું પરફોર્મન્સ નિસ્તેજ

સમિટનો ઉદ્દઘાટન સમારંભ અઢી કલાકથી વધુ સમય ચાલ્યો હતો અને મોટાભાગનું સંબોધન અંગ્રેજીમાં હોવાથી શ્રોતાઓ પણ કંટાળી ગયા હતા. અધૂરામાં પૂરૂં જેણે આ વાઇબ્રન્ટ સમિટનો પાયો નાંખ્યો તે પીએમ મોદીની સ્પીચ પણ નિરસ અને તાળીઓનો ગડગડાટ પણ સંભળાયો નહોતો. વડાપ્રધાન હોલમાં પ્રવેશ્યા અને મંચ પર બેઠા ત્યાં સુધીમાં તેમના ટેકેદાર શ્રોતાઓ દ્વારા કોઇ તાળીઓથી વધામણાં પણ થયાં નહોતા. મોદી સંબોધન માટે ઉભા થયા ત્યારે કેટલાક ટેકેદારોએ 'ભારત માતા કી જય' અને 'વંદે માતરમ' ના સૂત્રોચ્ચાર થયા હતા. 

મોદીના સંબોધન દરમિયાન ડ્રેસિંગ અને હાવભાવ જેવી વગેરે બાબતો પર બારિક નજર રાખનારાઓને પણ મોદીના આજના ડ્રેસિંગથી નવાઇ લાગી હતી. તેમણે અગાઉની જેમ કોઇ રંગીન કોટી કે ઝગમગાટ વાળા વસ્ત્રો કેમ ધારણ ના કર્યા તેની પણ ચર્ચાનો વિષય બન્યો હતો. સમિટમાં દેશ-વિદેશના મહાનુભાવો પધાર્યા હોય ત્યારે પોતાના ડ્રેસિંગ બાબતે સજાગ અને ધ્યાન આપનાર પીએમ મોદીનું આજનું પરફોર્મન્સ પણ નિસ્તેજ જોવા મળ્યું હતું.  

પીએમના આ સંબોધનમાં પણ વાઇબ્રન્ટ ગુજરાતને બદલે સાડા ચાર વર્ષમાં પોતાની સરકારે કરેલાં કામોની વાતો કરી હતી. મોદીએ પોતાના ભાષણમાં પોતાની સરકારનીકામગીરીનો હિસાબ આપવાનો પ્રયાસ કર્યો હતો. તે જોતા લાગ્યું કે મોદીએ વાઇબ્રન્ટના મંચ પરથી 2019ની લોકસભા ચૂંટણીના પ્રચારના શ્રીગણેશ કર્યા છે.  સવારે 10 વાગ્યે શરૂ થયેલી વાઇબ્રન્ટ સમિટના ઉદ્દઘાટન સમારંભની મુખ્યમંત્રી રૂપાણીના સ્વાગત પ્રવચનથી થઈ હતી. ત્યાર બાદ દેશના ઉદ્યોગપતિઓ અને વિદેશમાંથી આવેલા પ્રતિનિધિઓ અને બિઝનેસમેનોએ ભાષણ કર્યા હતા. પરંતુ તેમના આ ભાષણોમાં મોદીના વખાણ સાંભળવા મળ્યા નહોતા.  

વાઇબ્રન્ટ સમિટ વર્ષ MOUs સૂચિત મૂડીરોકાણ ખરેખર મૂડીરોકાણ
2003 80 66 હજાર કરોડ 30 હજાર કરોડ
2005 227 1 લાખ કરોડ 37 હજાર કરોડ
2007 454 4.65 લાખ કરોડ 1.07 લાખ કરોડ
2009 3364 12.39 લાખ કરોડ 1.08 લાખ કરોડ
2011 8380 20.83 લાખ કરોડ 29 હજાર કરોડ
2013 17719 રિપોર્ટ મુજબ- 5.47 લાખ કરોડ 1.6 લાખ કરોડ
2015 21304 25 લાખ કરોડ 3 લાખ કરોડ
2017 24474 રિપોર્ટ મુજબ 15 લાખ કરોડ 3.30 લાખ કરોડ
કુલ 76002 85 લાખ કરોડ 11 લાખ કરોડ