તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદની પોળોમાં કાપ્યો છે...ની મોજ માણવા, પતંગ- ફિરકી સાથે જમવાનું 8થી 25 હજારનું પેકેજ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો: અમદાવાદની પોળોના હેરિટેજ ધાબાઓ ઉત્તરાયણ માણવા લોકો મનમૂકીને નાણાં ખર્ચી નાંખે છે - Divya Bhaskar
ફાઈલ ફોટો: અમદાવાદની પોળોના હેરિટેજ ધાબાઓ ઉત્તરાયણ માણવા લોકો મનમૂકીને નાણાં ખર્ચી નાંખે છે
  • પોળોના ધાબા પર પતંગ ચગાવવાનો ટ્રેન્ડ
  • એક મહિના પહેલા જ ધાબાઓનું બુકિંગ

અમદાવાદ: કાપ્યો છે...ની બૂમો વચ્ચે શહેરની પોળોમાં ઉત્તરાયણનો આનંદ અલગ જ જોવા મળતો હોય છે. ત્યાંના ધાબા પર પતંગ ચગાવવાના ટ્રેન્ડ વચ્ચે હવે નિશ્ચિત રકમના પેકેજ આપવાનું મકાન માલિકોએ શરૂ કર્યુ છે. તે અંતર્ગત સવારે નાસ્તો, બપોરે ઊંધિયું- જલેબીની જ્યાફત અને સાંજે હાઈ ટી તેની સાથેસાથે મ્યુઝિક સિસ્ટમ, પતંગ-ફીરકીનો સમાવેશ થાય છે. પેકેજની શરૂઆત 8 હજાર થાય છે અને  25 હજાર સુધી મળે છે.

 

ધાબાના માલિકો પેકેજ પૂરું પાડે છે 


ઉત્તરાયણમાં ભાડે ધાબા લેનાર પતંગ રસિયાઓએ બપોરે જમવા બહાર જવું પડે છે અથવા ધાબે જ મંગાવે છે. ત્યારે ધાબાના માલિકો જાતે જ પતંગ, ફીરકી અને કેટરિંગ સર્વિસ સાથેના પેકેજ પૂરાં પાડે છે.  નાસ્તો,  જમવાથી માંડીને પતંગ સુધીની વ્યવસ્થા કરી આપે છે 


ધાબાના ભાડામાં વધારો 


સામાન્ય રીતે શરૂઆતમાં 1 હજારથી ધાબાનું ભાડું શરૂ થાય છે પરંતુ હવે દર વર્ષે ભાડામાં વધારો થતો જાય છે. ઉત્તરાયણમાં પોળમાં ધાબું ભાડે જોઇએ છેની જાહેરાત આપીને પતંગ રસિકોને ધાબાઓ પૂરા પાડે છે. બે દિવસનું ભાડું રૂ 15-17 હજાર હતું, જે આ વર્ષે વધીને 25 હજાર પહોંચ્યું છે. 


મહિના પહેલા બુકિંગ થઈ ગયા


ખાડિયા, ગાંધીરોડ, પાંચકૂવા, રિલીફ રોડ, રાયપુર સહિત કોટ વિસ્તારની પોળમાં ઉત્તરાયણ ઉજવણી માટે ધાબાની ડિમાન્ડ ઉભી થઈ છે. ખાડિયાના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે DivyaBhaskarને જણાવ્યું હતું કે, ઓછામાં ઓછું 5 હજાર રૂપિયા ધાબાનું ભાડું હોય છે. ઉત્તરાયણમાં હવે પોળના યુવાનો પોળની બહાર જ પતંગની દુકાન ચાલુ કરી છે અને તેમાંથી થતાં નફાને પોળના ઉત્સવોમાં વાપરે છે. એક મહિના પહેલાં જ લોકો ધાબાનું બુકિંગ કરાવી દે છે.

 

વિદેશ અને બહારગામના લોકોની ડિમાન્ડ વધુ 

 

ખાડીયામાં ભાડે ધાબુ આપનાર એક વ્યક્તિના જણાવ્યા મુજબ વિદેશમાં રહેતા અને અમદાવાદ, ગુજરાત બહાર રહેતા પતંગ રસિયાઓ હેરિટેજ સિટીની પોળોમાં ઉત્તરાયણની મજા લેવા માગતા હોય છે. ભાડે ધાબાની સુવિધાઓનો લાભ લેવા તેમની પાસે અમદાવાદ ઉપરાંત અલગ અલગ શહેરો અને મુંબઈમાંથી ધાબા ભાડે માટે ઇન્કવાયરીઓ આવી રહી છે.

 

સાંજના સમયે ધાબા પર યંગસ્ટર્સનો ડાન્સ પાર્ટીનો ટ્રેન્ડ

 

સામાન્ય રીતે ઉત્તરાયણની સાંજે અંધારૂ થતાં લોકો થાકીને ઘરે જતાં હોય છે પરંતુ હવે યંગસ્ટર્સમાં મોડી સાંજે ધાબા પર ડાન્સ પાર્ટીનો ટ્રેન્ડ શરૂ થયો છે. જેમાં યંગસ્ટર્સ તેમના ફ્રેન્ડ્સ સર્કલ સાથે કોઈ એક ફ્રેન્ડના ધાબે ભેગા થાય છે અને ડાન્સ પાર્ટી કરે છે. પતંગ ચગાવવાનો થાક હોવા છતાં મ્યુઝિકના તાલે યુવક-યુવતીઓ ડાન્સ કરી મોજ મસ્તી કરે છે.