અમદાવાદ- ધોળેરા એક્સપ્રેસ-વેનું કામ શરૂ, NHAIએ ટેન્ડર જારી કર્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: અમદાવાદ- ઘોલેરા વચ્ચે અમદાવાદ 6 લેન એક્સપ્રેસ-વે બનાવવની વાત ચાલી રહી છે. જેમાં NHAI (નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા)એ ઈન્ટરનેશનલ ગ્લોબલ ટેન્ડર બહાર પાડ્યું છે. સરકારે અગાઉ ધોળેરા પાસે એરપોર્ટને મંજૂરી આપી દીધી છે. ધોલેરા પ્રોજેક્ટના અનુસંધાનમાં રૂપિયા 3 હજાર કરોડનું માળખાગત કાર્ય ટૂંક સમયમાં પૂર્ણ થઈ રહ્યું છે. સાથેજ ધોળેરાનો પ્રોજેક્ટ સંપૂર્ણ તીવ્રતા સાથે આગળ વધી રહ્યો હોવાની સરકારે નેમ વ્યક્ત કરી છે. સરકાર ત્યાં ટૂંક સમયમાં જ મોટાપાયે રોકાણ કરવા જઈ રહી છે સાથે જ માળખાબદ્ધ વિકાસ પણ કરશે.
અન્ય સમાચારો પણ છે...