તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Sotto Is Approved, The Process Of Donation And Implantation In Gujarat Will Be Speeded Up

‘સોટો’ને મંજુરી મળતાં ગુજરાતમાં અંગદાન અને પ્રત્યારોપણની પ્રક્રિયા ઝડપી થશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 26 જાન્યુઆરીના રોજ ગુજરાત આરોગ્ય વિભાગે સોટોને મંજુરી આપી છે
  • સ્ટેટ ઓર્ગન અને ટિસ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન (સોટો) ઓર્ગન ડોનર અને દર્દીને એક પ્લેટફોર્મ આપશે

અમદાવાદઃ ગુજરાતના આરોગ્ય વિભાગે અંતે ત્રણ વર્ષ પછી રાજ્યના દર્દીઓ માટે સ્ટેટ ઓર્ગન અને ટિસ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન (સોટો)ની સ્થાપના માટે મંજુરી આપી છે. સોટોથી રાજ્યભરના દર્દીઓની અંગદાન અને પ્રત્યારોપણની પ્રક્રિયા ઝડપી અને સરળ બનશે. આરોગ્ય વિભાગે 26 જાન્યુઆરીના રોજ ઠરાવ પસાર કરી સોટોને મંજૂરી આપી છે.


સોટોથી ઓર્ગન ડોનર અને દર્દીને સરળતાથી મળી શકશે

 

અત્યાર સુધી રાજ્યમાં કોઈ એવી સંસ્થા ન હતી કે જે ડોનર અને દર્દીને એક પ્લેટફોર્મ આપી બંનેનું મિનલ કરાવે. હાલમાં હોસ્પિટલો જ આ પ્લેટફોર્મ પુરુ પાડતી હતી. પરંતુ હવે રાજ્યભરમાં કોઈ પણ જગ્યાએ રહેલા ડોનર અને દર્દી એકબીજાનો લાભ લઈ શકશે. જોકે હાલમાં તો મોટાભાગે દર્દીઓની જરૂરિયાતના સમયે સગાસંબંધીઓ જ ઓર્ગન ડોનેટ કરતાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...