પબજી ગેમ / અમદાવાદમાં પ્રતિબંધ છતાં બોપલ, ઘુમા, શીલજ, લાંભા સહિતના વિસ્તારોમાં કોઈ રોકી શકતું નથી

DivyaBhaskar | Updated - Mar 15, 2019, 11:08 AM
પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

  • અમુક વિસ્તાર અમદાવાદ શહેર પોલીસની હદમાં ન આવતો હોવાથી જાહેરનામું લાગુ નથી પડતું
  • અધિક કલેકટરે જિલ્લામાં પ્રતિબંધ નથી લગાવ્યો
  • બોપલ,એસપી રિંગ રોડનો અમુક વિસ્તાર, ઓગણજ અમદાવાદ ગ્રામ્ય પોલીસની હદમાં

અમદાવાદ: રાજકોટ પોલીસ દ્વારા પબજી ગેમ પર પ્રતિબંધ હોવા છતાં ગેમ રમતાં 10 યુવકોની ધરપકડ બાદ જાગેલા અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી શહેરમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. જો કે શહેરના બોપલ, ઘુમા, ઓગણજ, શીલજ, લાંભા, સનાથલ, હાથીજણ જેવા વિસ્તારોમાં પબજી ગેમ રમવા પર કોઈ પ્રતિબંધ નથી. 

ગેમ રસિયા અમદાવાદ ગ્રામ્યના વિસ્તારોમાં રમે છે
1.શહેરનો જ ભાગ ગણાતા લાંભા, હાથીજણ, બોપલ, ઘુમા, ઓગણજ, શીલજ જેવા વિસ્તારો અમદાવાદ ગ્રામ્ય પોલીસની હદમાં આવે છે. જેના કારણે શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું આ વિસ્તારમાં લાગુ પડતું નથી. કેટલાક યુવાનોએ DivyBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, બોપલમાં ઘર આવેલું હોવાથી તેઓ ઘરે અથવા તેમના વિસ્તારમાં પબજી ગેમ રમી રહ્યા છે. ગેમ પર પ્રતિબંધ છે પરંતુ બોપલ, ઘુમામાં તે લાગુ નથી પડતું માટે હવે તેઓ બોપલમાં ગેમ રમી શકે છે.
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું નથી
2.અમદાવાદ શહેરનો છેવાડાનો અને એસ.પી રિંગ રોડ આસપાસનો વિસ્તાર અમદાવાદ જિલ્લા અને જિલ્લા પોલીસની હદમાં આવે છે.  જેમાં કોઈપણ પ્રતિબંધ લગાવવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડવું પડે છે. પરંતુ હજી સુધી પબજી ગેમ પર અમદાવાદ જિલ્લામાં પ્રતિબંધ માટેનું કોઈ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું નથી.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App