તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરિવારજનોનો આરોપ, મૃતક PSI અને એન.પી પટેલ વચ્ચે યુનિફોર્મ બાબતે બોલાચાલી થઈ હતી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ક્રાઈમબ્રાન્ચે મૃતકના પરિવારજનોના નિવેદન નોંધવાની કાર્યવાહી શરૂ કરી

અમદાવાદઃ અમદાવાદના પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડ આપઘાત કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં કરાઈ એકેડમીના ડીવાયએસપી એન.પી.પટેલ સામે ગુનો નોંધાયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આજે ઓન કેમેરા મૃતક દેવેન્દ્રસિંહના પરિવારજનોના નિવેદનો નોંધ્યા છે. આ કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચ ACP સી.એન. રાજપૂતની આગેવાનીમાં ચાલી રહી છે. પરિવારજનોનો આક્ષેપ છે કે,પીએસઆઇ દેવેન્દ્રસિંહ અને ડીવાયએસપી એન.પી.પટેલ વચ્ચે પરેડ દરમ્યાન યુનિફોર્મ બાબતે બોલાચાલી થઇ હતી. 

 

(ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં રૂપાણી સહિત ચાર રાજ્યોના CMના રિપોર્ટ કાર્ડ પર ચર્ચા થશે)

1) ક્રાઈમ બ્રાન્ચ સાથી PSIના નિવેદનો નોંધશે

આ ઉપરાંત ડીવાયએસપીએ દેવેન્દ્રસિંહને નાપાસ કરવાની ધમકી આપી હતી. જો કે આ આક્ષેપોની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે. જેને લઈ ક્રાઈમ બ્રાન્ચ કરાઈ એકેડમીમાં તપાસ કરશે અને તેના સાથી પીએસઆઈના પણ નિવેદનો નોંધશે.    

અન્ય સમાચારો પણ છે...