તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Police Arrest One Youth Who Going With Fan Rode On The Name Of Election Notification In Ahmedabad

પંખાનો પાઈપ લઈને નીકળશો તો ધરપકડ થશે!, પોલીસે પંખાનો દંડો લઈ જતા યુવકને લોકઅપમાં પૂર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ચૂંટણીને લઈ જાહેરનામાના નામે પોલીસે પંખાનો પાઈપ લઈને જતા યુવકની ધરપકડ કરી
  • પોલીસ બૂટલેગરો અને બળાત્કારીઓને પકડવાને બદલે નિર્દોષ નાગરિકને હેરાન કરવામાં વ્યસ્ત   

અમદાવાદઃ જો ગરમીમાં તમારો પંખો બગડી ગયો હોય અને તેનો લોખંડનો પાઇપ રિપેર કરાવવા માટે લઈને જતા હશો તો તમારે જેલની હવા ખાવાનો વારો પણ આવી શકે છે. શાહીબાગ વિસ્તારમાં રહેતા યુવક સાથે આવી જ એક ઘટના ઘટી છે. આ યુવક ઘરે પંખો ફિટ કરવા માટે લોખંડની પાઇપ લઇને જતો હતો ત્યારે પોલીસે તેને ઝડપી પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગ બદલ ધરપકડ કરી હતી. 

શાહીબાગ પોલીસે યુવકની ધરપકડ કરી 
ચૂંટણીના પ્રક્રિયા દરમ્યાન કોઈપણ દંડા,ચપ્પુ,તલવાર મળે તો તેમની સામે ગુનો નોંધી લોકઅપમાં પૂરી દેવામાં આવે છે, ચમનપુરા વિસ્તારમાં રહેતો ભરત પટણી નામનો યુવાન તેના ઘરમાં પંખો લગાવવા માટે એક નાની લોખંડની પાઇપ લઈને ઘેવર સર્કલ પાસેથી પસાર થઇ રહ્યો હતો. આ સમયે શાહીબાગ પોલીસે યુવક પાસે પાઇપ જોતાં તેને પકડી પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા અને ગુનો નોંધી તેની ધરપકડ કરી લીધી હતી. પોલીસ શહેરમાં બેફામ બની રહેલા બળાત્કારીઓ, ચોર, ગેરકાયદે હથિયાર રાખતા ગુનેગારો અને બૂટલેગરોને બદલે સામાન્ય નાગરિકને પરેશાન કરી રહી છે.