તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદ મેટ્રો ટ્રેનનું PM મોદી 4 માર્ચે ઉદઘાટન કરશે: ગૃહમાં નીતિન પટેલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 6 કિમીના રૂટમાં વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધી મેટ્રો ટ્રેન દોડશે
  • અમદાવાદને તબક્કાવાર 24 કલાક પાણી પૂરું પડાશે
  • 2 વર્ષમાં એકેય વાર સરકારે કર્ણાવતી નામ કરવા દરખાસ્ત ન કરી
અમદાવાદ: ગુજરાતની પહેલી મેટ્રો ટ્રેન સેવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી લીલી ઝંડી બતાવીને 4 માર્ચે ઉદઘાટન કરશે. વિધાનસભામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી હતી. તેઓ ગૃહમાં આજે લેખાનુદાન રજૂ કરી રહ્યા છે.

પ્રથમ તબક્કામાં વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધીના રૂટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદઘાટન કરશે.  6 કિલોમીટરનું અંતર ધરાવતાં રૂટ પર શહેરની પહેલી મેટ્રો દોડતી થશે.

  • 24 કલાક પાણી માટે શહેરનો ટોપોગ્રાફિક સર્વે, કન્ટુર સર્વે, કન્ઝ્યુમર સર્વે અને નેટવર્ક સર્વેની કામગીરી કરવામાં આવી
  • જોધપુર અને સ્ટેડિયમ વોર્ડને પાયલોટ પ્રોજેકટ તરીકે પસંદ કરાયા
  • આ યોજના માટે જોધપુર વોર્ડમાં 35 કરોડ અને સ્ટેડિયમ વોર્ડમાં 10 કરોડનો ખર્ચ કર્યો
  • આ યોજના હેઠળ હાલ 6 કલાક અને 30 મિનિટ પાણી આપવામાં આવે છે
  • તબક્કાવાર 24 કલાક પાણી પૂરું પાડવામાં આવશે

વિધાનસભા પ્રશ્નોત્તરીમાં અબડાસાના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજાને શહેરીવિકાસ વિભાગે લેખિત જવાબ આપ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરનું કર્ણાવતી નામ કરવા માટે છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકારે એક પણ દરખાસ્ત કરાઈ નથી.