તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદના રાણીપમાં વૃદ્ધાની હત્યા, ચાંદીના કડાની લૂંટ કરી હત્યારો ફરાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રાણીપના સુંદરવન ફ્લેટ નજીક ઘટના બની
  • પીએમમાં વૃદ્ધાની ગળું દબાવી હત્યા કર્યા હોવાનું સામે આવ્યું
  • વૃદ્ધા ભીખ માંગી પોતાનું ગુજરાન ચલાવતા હતા

અમદાવાદ: રાણીપના સુંદરવન ફ્લેટ પાસે આવેલા છાપરામાં રહેતી મહિલાની વહેલી સવારે લૂંટના ઈરાદે હત્યા કરવામાં આવી હતી. અજાણ્યા શખ્સે મહિલાનું ગળું દબાવી હત્યા બાદ હાથ-પગમાં પહેરેલા ચાંદીના કડાની લૂંટ કરી ફરાર થઈ ગયો હતો. રાણીપ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

હાથ-પગમાં પહેરેલા ચાંદીના કડા ગાયબ: રાણીપમાં બબોલનગર બ્રિજ નીચે આવેલા છાપરામાં લક્ષ્મીબેન બાવરી (ઊંમર વર્ષ 65) એકલા રહેતા હતા. તેઓ ભીખ માંગી પોતાનું ગુજરાન ચલાવતા હતા. ગઈકાલે વહેલી સવાર સુધી લક્ષ્મીબેન ઘરમાંથી બહાર ન આવતા પડોસમાં રહેતા લોકો તેમના ઘરે ગયા હતા. તેમને જગાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ જાગ્યા ન હતા. તેમને હાથ-પગમાં પહેરેલા કડા ગાયબ હતા. જેથી પોલીસને જાણ કરવામાં આવી હતી. રાણીપ પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલ્યો હતો. જેમાં લક્ષ્મીબેનનું ગળું દબાવવાથી મોત થયા હોવાનું સામે આવ્યું હતું. રાણીપ પોલીસે હાલ આસપાસના લોકોની પુછપરછ શરૂ કરી હત્યારાની શોધખોળ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો