તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદ એરપોર્ટ પર મુસાફરના બેગમાંથી ઓસ્ટ્રેલિયન ડોલર અને રોકડા રૂપિયાની ચોરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સ્પાઈસ જેટના કર્મચારીઓએ ચોરી કરી હોવાનો આરોપ
અમદાવાદ: ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરના બેગમાંથી ભારતીય ચલણ અને ઓસ્ટ્રેલિયન ડોલરની ચોરી થઈ હોવાની ઘટના બની છે. મુસાફરે સ્પાઈસ જેટના કર્મચારીઓ પર આક્ષેપ કર્યો છે કે, મેં લોક મારીને સ્પાઈસ જેટના ચેક-ઈનમાં આપ્યું હતું. બાદમાં જ્યારે મારી બેગ આવી ત્યારે લોક તૂટેલું હતું. એરપોર્ટ પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

1) રોકડ રૂ.15 હજાર અને 1000 ઓસ્ટ્રેલિયન ડોલરની ચોરી

મૂળ અમદાવાદના અને હાલ ઓસ્ટ્રેલિયામાં રહેતા ચાર્ટડ એકાઉન્ટન્ટ કુશલ શાહ અમદાવાદમાં રહેતા તેમના માતા-પિતાને મળવા માટે બેંગકોકથી સ્પાઈસ જેટની ફ્લાઈટમાં બેઠા હતાં. એરપોર્ટ પર તેમની બેગને લોક મારી અને ચેક ઇન માટે આપ્યું હતું. અમદાવાદ એરપોર્ટ પર ઉતરી બેગ લેવા ગયા ત્યારે તેનું લોક તૂટેલું હતું. બેગમાં તપાસ કરતા રોકડા રૂ. 15 હજાર અને 1000 ઓસ્ટ્રેલિયન ડોલર ચોરાઈ ગયા હતાં.  

કુશલે આ મામલે સ્પાઈસ જેટના ડ્યૂટી મેનેજર સાથે વાત કરી હતી. સ્પાઈસ જેટના કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવે આવી અન્ય કર્મચારી સાથે વાત કરી હતી. બાદમાં અમારી જવાબદારી નથી કહી દીધું હતું. કુશલે ચોરી બાબતે ઉગ્ર રજુઆત કરતા ઈ મેલથી ફરિયાદ કરવા કર્મચારીઓએ કહ્યું હતું.