મેટ્રોના 3 કોચ અમદાવાદ પહોંચ્યા, 15 જાન્યુઆરી બાદ ટ્રાયલ રન શરૂ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ: મેટ્રો ટ્રેનના ત્રણ કોચ અમદાવાદ આવી પહોંચ્યા છે. 15 જાન્યુઆરી બાદ વસ્ત્રાલથી એપેરલ પાર્ક સુધી ટ્રાયલ રન કરવામાં આવશે. અને 2019ના અંત સુધીમાં મેટ્રો મુસાફરો માટે સંપૂર્ણપણે ખુલ્લી મુકાશે.


માર્ચ મહિનામાં મેટ્રો શરૂ !


મેટ્રો ટ્રેન વસ્ત્રાલથી એપેરલ પાર્કના 6.5 કિલોમીટરના રૂટ પર ટ્રાયલ રન શરૂ કરાશે. પહેલા તબક્કામાં ત્રણ કોચની એક ટ્રેન દોડાવવામાં આવશે. સેફ્ટી સ્ટાન્ડર્ડની ચકાસણી બાદ મેટ્રો ટ્રેન ખુલ્લી મુકાશે. મળતી માહિતિ પ્રમાણે માર્ચ મહિનામાં અમદાવાદીઓ મેટ્રોમાં સફરની મજા માણી શકશે.

અન્ય સમાચારો પણ છે...