તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Many High Rises Building Have No Noc Also Fire Safety Instrument Not Work In Ahmedabad

અમદાવાદ: અનેક હાઇરાઈઝ બિલ્ડિંગને ફાયર NOC નથી, ફાયર સેફ્ટીના સાધનો પણ બંધ હાલતમાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ફાયર બ્રિગેડના સરપ્રાઈઝ્ડ ચેકિંગમાં 50 ટકામાં એનઓસી નહીં

અમદાવાદ: આનંદનગરના દેવ ઓરમ કોમ્પલેક્સમાં આગના બનાવ બાદ ફાયર બ્રિગેડ ઘોરનિંદ્રામાંથી જાગ્યું હતું. ફાયર બ્રિગેડના અધિકારીઓએ આજે શહેરના અલગ અલગ કોમ્પ્લેક્સમાં તપાસ કરતા ત્યાં ફાયરની NOC ન હોવાનું બહાર આવ્યું છે.  શહેરના હાઇરાઈઝ બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટી અને NOC હોવાની વાત માત્ર કાગળ પર રહી હોવાનું  બહાર આવ્યું હતું. કેટલાક કોમ્પ્લેક્સમાં NOC રિન્યુ કરાવવામાં આવતી ન હોવાનું સામે આવ્યું છે.  અનેક હાઇરાઈઝ બિલ્ડિંગમાં ફાયરની NOC જ નથી. આગ લાગે ત્યારે ઝડપથી ફાયરના સાધનો વડે આગ પર કાબુ મેળવાય તેવી રીતે પણ ફાયર સેફ્ટીના સાધનો ચાલુ હાલતમાં ન હતી. જેને લઈ હવે ફાયર બ્રિગેડ કડક કાર્યવાહી કરશે. સેટેલાઈટના બિલ્ડિંગમાં આગ લાગી તેના છતાં શહેરના વિવિધ વિસ્તારોમાં તપાસ કરવામાં ફાયર વિભાગે કેમ તસ્દી ન લીધી તે મોટો સવાલ છે. લોકોમાં ચર્ચા કે છે તપાસ વગર જ ફાયર વિભાગ એનઓસી આપી દે છે. 
ફાયર સેફ્ટી ચાલુ ન હતી: દેવ ઓરમનું આગ લાગી ત્યારે બિલ્ડિંગમાં લગાવવામાં આવેલા ફાયર સેફ્ટીના સાધનો બંધ હાલતમાં હતા. જ્યારે આજે સ્થળ તપાસમાં ફાયર વિભાગને 6 જગ્યામાંથી મોટાભાગની જગ્યાએ પણ આ જ સ્થિતિ જોવા મળી હતી. તેને જોઈને સવાલ થાય છે કે શું ફાયર વિભાગ ચેકિંગ કર્યા વગર જ એનઓસી આપી દે છે કે શું?

આગ સામે અસુરક્ષિત અમદાવાદના સળગતા સવાલો

  • દેવ ઓરમમાં આગ લાગ્યા બાદ જ અધિકારીઓ કેમ જાગ્યા? આ પહેલા કેમ તપાસ ન કરી? થોડા સમય પહેલા જ સેટેલાઈટ ટાવરમાં આગ લાગી હતી. ત્યારબાદ ફાયર વિભાગે શું કર્યું?
  • ફાયર સેફ્ટી ન હોવાની પૂરી વિગતો ફાયર બ્રિગેડ અને કોર્પોરેશન પાસે નથી?
  • ફાયર બ્રિગેડે દેવ ઓરમને NOC કેવી રીતે આપી?
  • ફાયર બ્રિગેડ પાસે હાઈરાઈઝ્ડ પાસે કોઈ એક્શન પ્લાન છે ખરો?
  • ફાયર અને AMC માત્ર 6 જગ્યાએ તપાસ કરીને જ સંતોષ માનશે કે એક્શન લેશે?

સીજી રોડ પર જ ચેકિંગ: દેવ ઓરમ કોમ્પ્લેક્સમાં લાગેલી આગ બાદ સફાળા જાગેલા ફાયરબ્રિગેડે આજે અલગ અલગ જગ્યાએ ચેકિંગ હાથ ધર્યું હતું. પંચવટી પાંચ રસ્તા પાસે આવેલા વ્હાઇટ હાઉસ, સિટી પોઇન્ટ અને શિતી રતન કૉમ્પ્લેક્સમાં તપાસ હાથ ધરી હતી. જેમાં ફાયરના સાધનો ચાલુ કન્ડિશનમાં નહોતા. પાણીના વાલ્વ અને ફાયર એક્ઝિક્યુસનની સુવિધાઓનો અભાવ જોવા મળ્યો હતો. 

3 કોમ્પલેક્સ સૂચનાનું પાલન નહી કરે તો સીલ થશે: ચીફ ફાયર ઓફિસર એમ.એફ.દસ્તુરે જણાવ્યું હતું કે, ત્રણેય કોમ્પ્લેક્સમાં ફાયર NOC નથી. આજે ફાયર સેફ્ટી, NOC વગરના તેમજ ફાયર વિભાગે જણાવ્યા મુજબ સુવિધા નથી રાખી તેવા તમામ કોમ્પ્લેક્સની યાદી તૈયાર કરી અને તેઓને આવતીકાલથી નોટિસ ફટકારીશું. આપેલા સમયગાળામાં જો તેઓ સૂચના મુજબ નહીં પાલન કરે તો સીલ મારવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...