તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદમાં ઘરની સામે રહેતી મહિલાઓ પર ગંદી નજર રાખવાની શંકામાં યુવકની હત્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સાબરમતીના કબીરચોક વિસ્તારનો બનાવ
  • પિતા અને બે પુત્રોની પોલીસે અટકાયત કરી  
અમદાવાદ: સાબરમતીના કબીરચોક પાસે આવેલી શિવ કનૈયાલાલની ચાલીમાં ગત મોડી રાતે યુવકની હત્યા કરવામાં આવી છે. પિતા અને બે પુત્રોએ મળી યુવકને માર માર્યો હતો. ઘરની મહિલાઓ પર યુવક ખરાબ નજર નાખતો હોવાને લઈ યુવકને માર માર્યો હતો. સાબરમતી પોલીસે ત્રણેય આરોપી સામે હત્યાનો ગુનો નોંધી તેમની અટકાયત કરી છે.

સાબરમતીના કબીરચોકમાં આવેલી શિવલાલ કનૈયાલાલની ચાલીમાં કૃણાલ દિલીપકુમાર મિસ્ત્રી રહેતો હતો. તેના ઘરની સામે જ મદનલાલ બેરવા,પુત્ર કૃષ્ણકાંત બેરવા અને પુત્ર રોહિત બેરવા સાથે રહે છે. ગઈકાલે મોડી રાતે કૃણાલે દારૂ પીધેલો હતો અને મદન બેરવા સાથે બોલાચાલી થઈ હતી. 

પિતા અને પુત્રોએ કૃણાલને દંડા અને ગડદાપાટુનો માર માર્યો હતો. મારામારી બાદ કૃણાલ ઘરમાં જઈને સુઈ ગયો હતો. સવારે ન ઉઠતાં અંદરથી જવાબ આવ્યો ન હતો. ફાયર અને પોલીસને બોલાવી દરવાજો ખોલી જોતા કૃણાલ મૃત હાલતમાં પડ્યો હતો. 

અગાઉ પણ અનેક વાર તેઓ વચ્ચે બોલાચાલી થઈ છે. સાબરમતી પોલીસે ત્રણેય આરોપીઓની અટકાયત કરી છે. મૃતક સામે થોડા દિવસ પહેલા જ પ્રોહિબિશનનો કેસ કર્યો હતો