તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદ સાયન્સ સિટી પાસેના પાર્ટી પ્લોટથી યુવાનનું અપહરણ, બે કારમાં અપહરણકારો પહોંચ્યા હતા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદ:  સાયન્સ સિટી વિસ્તારમાં આવેલા પાર્ટી પ્લોટ પાસેથી એક યુવાનનું અપહરણ થયું હોવાનું બહાર આવ્યું છે. બે કારમાં આવેલા અપહરણકારોએ તેને ઉઠાવીને નાસી છૂટ્યા હતા. અપહરણની જાણ થતાં સોલા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.

 

 

IT કંપની ચલાવતા યુવકનું અપહરણ

 

અમદાવાદમાં આઈટી કંપની ચલાવતા સુરેશ ઠક્કર નામના યુવાનનું અપહરણ થયા હોવાની વિગત બહાર આવી છે. પૈસાની લેતી-દેતીમાં કેટલાક શખ્સોએ અપહરણ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. જો કે પોલીસ હાલ અપહ્યત યુવકને છોડાવવા શહેરના આસપાસના વિસ્તારમાં નાકાબંધી કરીને કાર્યવાહી હાથ ધરી છે.