તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Loksabha Election 2019 Postal Ballot Voting For Ahmedaba East Ahemdabad West And Gandhinagar Seat

ગાંધીનગર, અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક માટે પોલીસકર્મીઓનું પોસ્ટલ બેલેટ મતદાન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણેય લોકસભા સીટો માટે અલગ અલગ જગ્યાએ વ્યવસ્થા કરાઈ

અમદાવાદ: લોકસભાની ચૂંટણી દરમિયાન ફરજ બજાવનારા પોલીસકર્મીઓ આજે મતદાન કરી રહ્યા છે. અમદાવાદ પોલીસ હેડક્વાર્ટરમાં પોલીસકર્મીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરવા વહેલી સવારથી જ મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ ઉમટ્યા છે. અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, ગાંધીનગર, સુરેન્દ્રનગર અને ખેડા લોકસભાની બેઠક માટે મતદાન કરશે. પોલીસ કમિશનર એ.કે સિંઘે મતદાન કર્યું હતું. તેમના સિવાય લોકસભા વિસ્તારમાં સામેલ અન્યઆઇપીએસ અધિકારીઓ પણ મતદાન કરશે.
મતદાન માટે અલગ વ્યવસ્થા: પોલીસ હેડક્વાર્ટરમાં ત્રણ લોકસભા માટે અલગ અલગ જગ્યાએ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં અમદાવાદ પૂર્વ લોકસભા માટે ડોમ 1 અને ખેડા અને સુરેન્દ્રનગર માટે  ડોમ નંબર 2માં મતદાન કરવામાં આવી રહ્યું છે. પશ્ચિમ લોકસભા માટે કોમ્યુનિટી હોલમાં અને ગાંધીનગર લોકસભા માટે પોલીસ વેલ્ફેર હોસ્પિટલ ડોમમાં મતદાન થઈ રહ્યું છે. સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન ચાલશે.
અન્ય સમાચારો પણ છે...