હેરાફેરી / સરદાર પટેલ રિંગ રોડ પર કટીંગ માટે આવેલો દારૂ પીસીબીએ ઝડપ્યો

DivyaBhaskar.com | Updated - Mar 15, 2019, 11:33 AM
liquor caught by PCB near sardar patel ring road ahmedabad

  • સોલા પોલીસ નાઈટ દરમિયાન ઊંઘતી ઝડપાઈ
  • 260 પેટી દારૂ સાથે એકની ધરપકડ
  • દારૂનો જથ્થો હરિયાણાથી ગુજરાત લવાતો હતો


અમદાવાદ: સરદાર પટેલ રિંગ રોડ પર હેબતપુર ફાટક પાસેથી પીસીબીએ દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી છે. સોલા પોલીસ નાઈટ દરમ્યાન ઊંઘતી રહી હતી અને કટીંગ માટે આવેલો દારૂના જથ્થા સાથે એકને ઝડપી લીધો હતો. 260 પેટી વિદેશી દારૂ જપ્ત કરી બુટલેગરની ધરપકડ કરવા તજવીજ શરૂ કરવામાં આવી છે.
મનોજ દંતાણી નામના બુટલેગરે દારૂનો જથ્થો મંગાવ્યો હતો: લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ પોલીસ દારૂ અને જુગારની પ્રવુતિઓ પર નજર રાખી રહી છે પરંતુ સોલા પોલીસને ઉંઘતી ઝડપી પીસીબીએ શીલજ જવાના રોડ પર આવેલા હેબતપુર ફાટક પાસે આઇસર ગાડીમાંથી 9.48 લાખનો 260 પેટી વિદેશી દારૂનો જંગી જથ્થો પકડી પાડ્યો
છે.
હરિયાણાથી ગુજરાત લવાતો હતો દારૂ: ચૂંટણી નજીક આવી રહી છે અને બીજી તરફ હોળીને તહેવારને પણ ગણતરીના દિવસો બાકી હોવાથી દારુની માંગ વધી છે જેના કારણે બુટલેગરો દારુનો સ્ટોક કરવાનું શરુ કરી દીધું છે. બુટલેગર મનોજ દંતાણીએ વિદેશી દારુનો જથ્થો મંગાવ્યો હતો. થેલામાં ડાંગરના ભુસામાંથી દારૂની પેટી મળી આવી હતી. પોલીસે મનોજ નામના ડ્રાઇવરની ધરપકડ કરી હતી. દારૂનો જથ્થો હરિયાણાથી ગુજરાતમાં લાવવામાં આવ્યો હતો. મનોજ દંતાણી અને બીજા આરોપીને વોન્ટેડ જાહેર કરી વધુ તાપસ હાથ ધરવામાં આવી છે.

X
liquor caught by PCB near sardar patel ring road ahmedabad
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App