તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદમાં બિલ્ડરના ત્રાસથી કંટાળી લેબર કોન્ટ્રાક્ટરે આત્મહત્યા કરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદઃ જૂના વાડજના પૃથ્વી એપાર્ટમેન્ટમાં રહેતા લેબર કોન્ટ્રાક્ટર ખોડાભાઈ પરમારે બિલ્ડરના ત્રાસને કારણે ગળાફાંસો ખાતા વિવાદ સર્જાયો છે. મૃતકની સ્યૂસાઈડ નોટમાં ઉલ્લેખ મુજબ, ત્રણ બિલ્ડરો એવા ઈમાદ ટાવરના બિલ્ડર્સ જેકીભાઈ તથા ફઝલ ભાઈ મેમણ અને શેખરભાઈ અર્ચી( સંચાલક-દિલ્હી પબ્લિક સ્કૂલ, ગાંધીધામ) )એ તેની સાથે બે ફ્લેટ અને 18 લાખ રૂપિયાની   છેતરપિંડી કરતા તેણે આ આત્યંતિક પગલું ભર્યું છે. હવે આ બિલ્ડરો સામે કાયદેસરની કાર્યવાહીની માગ સાથે પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો પણ ઈનકાર કર્યો છે.