તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

JITO અમદાવાદ દ્વારા ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ઉજવણી કરાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રથયાત્રાના પ્રસ્થાન દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો - Divya Bhaskar
રથયાત્રાના પ્રસ્થાન દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો

અમદાવાદઃ આજે ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની આસ્થા પૂર્વક ઉજવણી કરવામાં આવી છે. જેને લઈ JITO(જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન) દ્વારા અમદાવાદના નારણપુરામાં જન્મ કલ્યાણકની રથયાત્રા યોજાઈ હતી. રથયાત્રા કમિટીના ચેરમેન ભદ્રેશ શાહે રથયાત્રા અંગેની માહિતી આપતા જણાવ્યું કે, આજે નવમી રથયાત્રા સવારે 9:45 વાગ્યે શાંતિનગર જૈન સંઘથી શરૂ કરવામાં આવી હતી. આ રથયાત્રાને મેયર બિજલ પટેલ, પૂર્વ મેયર ગૌતમ શાહ, શ્રેષ્ઠીવર્ય સર્વ મનસુખભાઈ મેદાણી, ધીરેશભાઈ શાહ, વંશરાજજી ભણશાલી, ગૌતમભાઈ ચૌધરી, સંપતરાજ ચૌધરી, સંજયભાઈ સુતરીયા, હસમુખભાઈ ગઢેચા, હિમાંશુભાઈ શાહ, જીતો અમદાવાદના ચેરમેન જીગીશા દોશી, રથયાત્રા કમિટીના ચેરમેન પ્રવિણભાઈ મણિયાર, કો-ચેરમેન ભદ્રેશશાહ,  ચેતનભાઈ શાહ, અસિત શાહ, સંજીવ છાજેર અને પ્રકાશ શેખાણી સહિતના મહાનુભાવોએ જૈન શાસન ધજા ફરકાવીને પ્રસ્થાન કરાવ્યું હતું.

રથયાત્રાનું સંચાલન
રથયાત્રાની ગોઠવણી તથા રથયાત્રાને રાજમાર્ગ પર સુચારુ રીતે  સંચાલન કરવાની જવાબદારી શ્રી જૈન શ્વેતાંબર યુવક મહાસંઘના યુવકોએ નિભાવી હતી. તેમજ પ્રભુજીના રથ જાતે જ  હંકાર્યા હતા. ભોજનની સંપૂર્ણ જવાબદારી શ્રી સ્થાનકવાસી જૈન યુવક મંડળોએ નિભાવી હતી. રથયાત્રામાં દિગંબર જૈન મહિલા મંડળ પણ સામેલ થયા હતાં.

ચોકલેટ અને મીઠાઈ દ્વારા ભાવિકોની ભક્તિ
આ રથયાત્રા રૂટ પર ઠેર ઠેર લોકોએ પાણી, છાશ, શરબત, ચોકલેટ, મીઠાઈ દ્વારા રથયાત્રામાં સામેલ ભાવિકોની ભક્તિ કરી હતી. રથયાત્રાના સમાપન સ્થળ અંકુર જૈન દેરાસર સામેના મેદાનમાં મોટી સંખ્યામાં ભાવિકોએ ભોજન લીધું હતું.

રથયાત્રાના આકર્ષણો
આ રથયાત્રામાં એક હાથી,  ત્રણ શરણાઈ મંડળી, બે બેન્ડવાજા, ત્રણ નૃત્ય મંડળી, ત્રણ ભગવાનના રથ, બળદગાડા-બહેનોની મંડળી, બગીઓ, સ્થાનકવાસી આગામવાળી એક રચના, એક પ્રસાદીનુ ગાડું અને વિવિધ રચનાઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં.

રથયાત્રાનો રૂટ

શાંતિનગર જૈન સંઘથી પ્રસ્થાન થયા બાદ નારણપુરા ક્રોસિંગ-લાડલી, સંઘવી સ્કૂલ, પ્રિન્સ કોર્નર, મિરામ્બિકા જૈન દેરાસર, અજરામર સ્થાનકવાસી જૈન ઉપાશ્રય થઈ અંકુર દેરાસરની સામેના મેદાનમાં ભોજન સાથે સમાપન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...