તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટમાંથી ફડચામાં ગયેલી IL&FS એન્જિનિયરિંગ હટી ગઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગ્યાસપુર ડેપો-શ્રેયસ સ્ટેશન સુધીનું એલિવેટેડ કોરિડોરનું કામ ઘાંચમાં પડ્યું
  • એપ્રિલ-19 સુધીમાં પૂર્ણ થનારી ચાર સ્ટેશન સહિતના પટ્ટાની કામગીરી ખોરંભે 
અમદાવાદઃ નાણાકીય કટોકટીમાં સપડાયેલું આઈએલએન્ડએફએસ ગ્રુપ અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટના ફેઝ-1માંથી હટી ગયું છે. તેની પેટાકંપની, આઈએલએન્ડએફએસ એન્જિનિયરિંગ કે જેને મેટ્રોના ઉત્તર-દક્ષિણ કોરિડોરના દ્વિતિય પ્રાથમિકતા ધરાવતા પટ્ટામાં વાયાડક્ટ બનાવવા રૂ. 370 કરોડનો કોન્ટ્રાક્ટ અપાયો હતો તેની કામગીરી આગામી એપ્રિલ, 2019માં પૂર્ણ થવાની હતી. પરંતુ હવે આ કામગીરી ઘોંચમાં પડી છે.

ડિસેમ્બર 2015માં આઈએલએન્ડએફએસ એન્જિનિયનરિંગને ગ્યાસપુર ડેપોથી શ્રેયસ ટેકરા મેટ્રો સ્ટેશન સુધીના 4.62 કિ.મી. લાંબા એલિવેટેડ પટ્ટાના નિર્માણ માટે સ્વીકૃતિપત્ર (એલઓએ) અપાયો હતો. આ કોરિડોર પર અપાયેલો આ પ્રથમ નિર્માણ કોન્ટ્રાક્ટ હતો. તેમાંનું 70 ટકા કાર્ય પૂર્ણ થઈ ગયું છે પરંતુ અધવચ્ચેથી જ કંપની ફડચામાં ગઈ હતી. તેમણે મેટ્રો સાઈટ પરનું કામ અટકાવી દીધું છે.  

કામ અટકાવાતા કંપનીને નોટિસ ફટકારીને કન્સ્ટ્રક્શન ઝડપથી પૂર્ણ કરવા તાકીદ કરાઈ હતી અને કોન્ટ્રાક્ટ રિન્યુ ન કરવાની ચેતવણી પણ અપાઈ હતી. તેમણે 10 દિવસ અગાઉ જવાબ આપીને કામ ફરી શરૂ કરવા અસમર્થતા વ્યક્ત કરી હતી, એમ મેટ્રો-લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ (મેગા) કંપનીના એક ઉચ્ચાધિકારીએ જણાવ્યું છે. આ કોન્ટ્રાક્ટમાં ચાર મેટ્રો સ્ટેશન- એપીએમસી, જીવરાજ, રાજીવનગર અને શ્રેયસના નિર્માણનો પણ સમાવેશ થતો હતો.  

આ અધિકારીએ ઉમેર્યું હતું કે, આ દ્વિતિય પ્રાથમિકતા ધરાવતો પટ્ટો હતો જેને અમે એપ્રિલ-19થી કાર્યાન્વિત કરવા ઈચ્છતા હતા. જો કે, હવે આ માટેની કામગીરી બીજા કોઈને સોંપવામાં આવશે અને આ કારણે હવે તેની કામગીરીને પૂર્ણ થવામાં ચારેક મહિના જેટલો વિલંબ થશે. આગામી સપ્તાહે મેગા દ્વારા એ બાબતે નિર્ણય લેવાઈ શકે છે કે આઈએલએન્ડએફએસ દ્વારા આ કોરિડોરમાં જે 30 ટકા કામગીરી અધૂરી છોડી દેવાઈ છે તેને કેવી રીતે પૂર્ણ કરવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...