તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • If Fire Safety Gadget Not Working Give Notice But Implementation Still Not Decide Ahmedabad

ફાયર સેફ્ટીના સાધનો ચાલુ નહિં હોય તો નોટિસ, પરંતુ કેટલા સમયમાં અમલ કરવો તે નક્કી નહિં!

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ફાયર બ્રિગેડે સરપ્રાઈઝ ચેકીંગ શરૂ કરી સાધનો મુદ્દે નોટિસ આપવાનું શરૂ કર્યું
  • કેટલા દિવસમાં નોટિસનો અમલ કરી ફાયર સેફટી અને NOC મેળવવું તેનો ઉલ્લેખ નથી
  • ફાયર બ્રિગેડ માત્ર કામગીરીનો દેખાડો કરવા જ નોટિસ આપી રહી છે

અમદાવાદઃ શહેરમાં દિવસને દિવસે વધી રહેલી આગની ઘટનાઓને લઈ ફાયર બ્રિગેડે ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવાની શરૂઆત કરી છે.આજે ફાયર બ્રિગેડ દ્વારા હાઇરાઈઝ બિલ્ડિંગમાં ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ફાયર સેફટીના સાધનો ચાલુ ન હોય અથવા NOC ન હોય તેમને બીજા જ દિવસે નોટિસ ફટકારવામાં આવશે. જો કે ફાયરબ્રિગેડ માત્ર નોટિસ જ ફટકારશે. કેટલા દિવસમાં તેનો અમલ કરી ફાયર સેફટી અને NOC મેળવી લેવું તેનો ઉલ્લેખ કર્યો નથી. જેના પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે ફાયરબ્રિગેડ માત્ર કામગીરીનો દેખાડો કરવા જ નોટિસ આપી રહી છે. નોટિસ બાદ પણ ફાયર સેફટીના સાધનો ચાલુ નહિં હોય તો સીલ મારવું કે કેમ તેના નિર્ણયનો આધાર મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા પર રહેશે.

દરરોજ સરપ્રાઈઝ ચેકિંગ કરાશે, ખામી દેખાશે તો નોટિસ અપાશે
આ અંગે ચીફ ફાયર ઓફિસર એમ.એફ. દસ્તુરે જણાવ્યું હતું કે, ગઈકાલે 6 કોમ્પ્લેક્સમાં તપાસ કરતા સૂર્યરથ, વ્હાઇટ હાઉસ, સેન્ટર પોઈન્ટ અને શિતી રતનમાં ફાયર સેફટીના સાધનો ચાલુ ન હોવાથી તેઓને આજે નોટિસ આપી છે. બાકીના બે કોમ્પ્લેક્સમાં ફાયર સેફ્ટીના સાધનો ચાલુ હતા. હવે દરરોજ સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવશે અને જો તેમાં ખામી હશે તો તેને નોટિસ આપવામાં આવશે. કેટલા સમયમાં નોટીસનો અમલ કરવો તેનો સમય આપવામાં નથી આવ્યો. પરંતુ દસ દિવસમાં તેના અમલવારી કરાવીશું.

આજે એસ્ટેટ વિભાગે ઓઈલ ગોડાઉન સીલ કર્યાં

AMCના એસ્ટેટ વિભાગે આજે(10 એપ્રિલ) દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ઓઈલના 9 ગોડાઉન અને સરખેજના વિવિધ વિસ્તારમાં પણ ગોડાઉન સીલ  કરવાની કાર્યવાહી કરી છે. આ ગોડાઉનોમાં કોઈપણ પ્રકારની ફાયરસેફટી સિસ્ટમ વિના ઓઈલનો સંગ્રહ કરવામાં આવતો હોવાથી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.