સુનાવણી / ભગવાન બારડની અરજી પર હાઇકોર્ટમાં સુનાવણી પૂર્ણ, સસ્પેન્શન મામલે આવતીકાલે ચુકાદો

ભગવાન બારડની ફાઈલ તસવીર
ભગવાન બારડની ફાઈલ તસવીર

divyabhaskar.com

Mar 14, 2019, 07:31 PM IST

અમદાવાદઃ તાલાલાના પૂર્વ ધારાસભ્ય ભગવાન બારડે ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કરવા અને તાલાલાની પેટાચૂંટણી જાહેર કરવાના નિર્ણયને પડકારતા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ અંગે હાઈકોર્ટે આજે સુનાવણી પૂર્ણ કરી છે અને શુક્રવારે ચુકાદો આપશે. ભગવાન બારડે વિધાનસભા અધ્યક્ષના સસ્પેન્શનના નિર્ણયને હાઇકોર્ટમાં પડકારી 8 સપ્તાહ સુધી કોઇ પગલા નહીં લેવાની કાયદાકીય જોગવાઇને પણ ધ્યાને લીધા સિવાય ચૂંટણીપંચે તાલાલા બેઠક પર પેટાચૂંટણી જાહેર કરી હોવાની રજૂઆત કરી છે. જ્યારે રાજ્ય સરકાર સ્પષ્ટતા કરી હતી કે, 2 વર્ષ કરતા વધારે સજા થઇ છે અને સુપ્રીમ કોર્ટના ચુકાદાને ધ્યાને લઇ નિર્ણય લીધો છે.

બારડને ખનીજ ચોરી કેસમાં 2 વર્ષ 9 મહિનાની સજા થઈઃ 1 માર્ચના રોજ સુત્રાપાડા કોર્ટે ભગવાન બારડને 1995ના ખનીજ ચોરીના કેસમાં બે વર્ષ 9 માસની સજા ફટકારી હતી. લગભગ 25 વર્ષ પહેલા સુત્રાપાડાની ગૌચર જમીન મામલે બારડ સામે 2.83 કરોડની ખનીજ ચોરીનો ગુનો નોંધાયો હતો.

X
ભગવાન બારડની ફાઈલ તસવીરભગવાન બારડની ફાઈલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી