ચુકાદો / પૂર્વ ધારાસભ્ય ભગવાન બારડની મુશ્કેલી વધી, હાઈકોર્ટે સજાના અમલ પરનો સ્ટે હટાવ્યો

divyabhaskar.com | Updated - Mar 15, 2019, 04:37 PM
ભગવાન બારડની ફાઈલ તસવીર
ભગવાન બારડની ફાઈલ તસવીર

  • હાઈકોર્ટે સેશન્સ કોર્ટના ચુકાદાને રદ કર્યો, સેશન્સ કોર્ટમાં ફરીથી કેસ ચલાવાશે
  • બારડની  2 વર્ષ 9 માસની સજાના અમલ પરનો સ્ટે હટાવવાની દલીલ ગ્રાહ્ય રાખી

અમદાવાદઃ તાલાલાના પૂર્વ ધારાસભ્ય ભગવાન બારડે ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કરવા અને તાલાલાની પેટાચૂંટણી જાહેર કરવાના નિર્ણયને પડકારતા હાઈકોર્ટમાં અરજી કરી હતી. આજે હાઈકોર્ટે સેશન્સ કોર્ટના ચુકાદાને રદ કર્યો છે. આમ ખનીજ ચોરી કેસની સેશન્સ કોર્ટમાં ફરીવાર સુનાવણી થશે. રાજ્ય સરકારે અરજીનો વિરોધ કરતા દલીલ કરી કે સજાના અમલ પર આપેલો સ્ટે હટાવવો જોઇએ.જેને હાઈકોર્ટે ગ્રાહ્ય રાખી હતી. આમ સજા પરનો સ્ટે હટી જતા બારડની મુશ્કેલી વધી છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં ભગવાન બારડે સુત્રાપાડા કોર્ટે ફટકારેલી 2 વર્ષ 9 માસની સજા સામે વેરાવળ સેશન્સે કોર્ટમાં અપીલ કરી હતી. જેમાં નીચલી કોર્ટે ફટકારેલી સજાના અમલ પર સ્ટે આપ્યો હતો.

2.83 કરોડની ખનીજ ચોરી મામલે સજા થઈ હતીઃ1995ના ખનીજ ચોરીના કેસમાં સુત્રાપાડા કોર્ટે ભગવાન બારડને બે વર્ષ 9 માસની સજા ફટકારી હતી. લગભગ 25 વર્ષ પહેલા સુત્રાપાડાની ગૌચર જમીન મામલે બારડ સામે 2.83 કરોડની ખનીજ ચોરીનો ગુનો નોંધાયો હતો.

X
ભગવાન બારડની ફાઈલ તસવીરભગવાન બારડની ફાઈલ તસવીર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App