(અ)સલામત સવારી / ગુજરાત એસટી રોજ 2844 એવી બસ દોડાવે છે જેના 8 લાખ કિ.મી. પૂરા થઈ ગયા છે

gujarat st run a 2844 substandard buses which is put a passenger life in danger
X
gujarat st run a 2844 substandard buses which is put a passenger life in danger

  • એસટીના ફેબ્રુઆરી-19ના ઈન્ટરનલ ઓડિટ રિપોર્ટમાં જ જર્જરિત બસો દોડાવવાની કબૂલાત
  • એસટી પાસે કુલ 8 હજાર બસ, નિયમ મુજબ 8 લાખ કિ.મી. દોડેલી બસને રિટાયર કરવી પડે

divyabhaskar.com

Apr 05, 2019, 01:49 PM IST

જીજ્ઞેષ કોટેચા,રાજકોટ: ગુજરાત એસ.ટી. વિભાગની બસો પર ભલે ગર્વભેર ‘સલામત સવારી એસ.ટી. અમારી’ સૂત્ર ચિપકાવેલું હોય. પરંતુ 'દિવ્ય ભાસ્કર એપ' પાસે રહેલો ખુદ એસટી વિભાગનો ફેબ્રુઆરી-19નો આંતરિક ઓડિટ રિપોર્ટ કબૂલે છે કે, હાલ ગુજરાત એસટી પાસે 8 હજાર જેટલી કુલ બસ છે જે સડક પર દોડે છે. આમાંની 2844 બસ એવી છે કે જે 8 લાખ કિ.મી. દોડી ચૂકી છે અને નિયમ મુજબ તેને રિટાયર કરીને કંડમ એટલે કે ભંગારમાં મૂકવી પડે.

આમ છતાં ગુજરાત એસટી વિભાગની હાલ દોડી રહેલી દર 3માંથી 1 બસ કંડમ હાલતની છે. આવી બસો અંદર બેઠેલા મુસાફરો અથવા તો બહાર રોડ પર જતા રાહદારીઓ માટે જીવલેણ બની શકે છે. એ તો ઠીક પણ હવે કંડમ બસોને રંગરોગાન કરીને જાન માટે અપાય છે પણ હકીકતમાં ગમેત્યારે આ જાન માટેની બસ જ મોતનો માતમ ફેલાવી શકે છે.

રાજકોટ જિલ્લામાં સૌથી વધુ કંડમ બસ, અમદાવાદમાં ઓછી

જિલ્લો કુલ બસ કંડમ બસ ટકાવારી
રાજકોટ 576 247 42.88%
જામનગર 313 130 41.53%
જૂનાગઢ 588 231 39.29%
અમરેલી 366 131 35.79%
ભાવનગર 383 132 34.46%
કચ્છ 411 113 27.49%
પાલનપુર 733 265 36.15%
મહેસાણા 846 332 39.24%
હિંમતનગર 655 160 24.43%
અમદાવાદ 656 111 16.92%
નડિયાદ 825 333 40.36%
વડોદરા 412 101 24.51%
ગાંધીનગર 542 127 23.43%
ભરૂચ 314 119 37.90%
સુરત 508 160 31.50%
બિલીમોરા 486 149 30.66%

 

1

રાજકોટ ડિવિઝનમાં 500માંથી 200 બસ કન્ડમ પણ નિયામકનો નનૈયો

રાજકોટ ડિવિઝનમાં 500માંથી 200 બસ કન્ડમ પણ નિયામકનો નનૈયો

ગુજરાત એસટી વિભાગના જ ફેબ્રુઆરી-19ના અહેવાલ મુજબ હાલ રાજકોટ ડિવિઝનમાં 500 બસ દૈનિક ધોરણે દોડે છે અને તેમાંથી 42.88 ટકા એટલે કે 200થી વધુ બસ કંડમ હાલતની છે. રાજકોટ એસટી ડિવિઝનલ નિયામક દિનેશ જેઠવાએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે રાજકોટ ડિવિઝનના ગોંડલ, મોરબી, જસદણ, વાંકાનેર, ચોટીલા, ધ્રાંગધ્રા, લીંબડી અને સુરેન્દ્રનગર સહિતના નવ ડેપોમાં હાલ કુલ 500 બસ છે. જેમાંથી 200થી વધુ બસ 8 લાખ કિમી કરતા વધુ દોડી ચૂકી છે. જેના કારણે બસ બ્રેકડાઉન વધુ થાય છે અને માઈલેજ પણ ઘટી જાય છે. નિયમાનુસાર આવી બસોને તાકીદે સ્ક્રેપમાં મોકલી દેવાની હોય છે, પરંતુ ખુદ એસ.ટી નિગમ દ્વારા જ નિયમનું પાલન કરવામાં આવતું નથી અને આ વાતને એક પણ અધિકારી સ્વીકારવા તૈયાર નથી.
એસટીના એમડીને જ બસ ક્યારે કંડમ થાય તેની ખબર નથી
હાલ રાજકોટ ડેપોની 30થી 35 બસો એવી હશે જેના કિ.મી. પૂરા થઈ ગયા છે છતાં દોડે છે. પરંતુ કંડમ બસોને દોડાવવા બાબતે સૌથી વધુ આઘાતજનક ટિપ્પણી તો એસ.ટીના એમ.ડી. સોનલ મિશ્રાએ કરી હતી. તેમના જણાવ્યા પ્રમાણે 8 લાખ કિલોમીટર દોડ્યા પછી પણ એસટીની કોઇ બસ કન્ડમ થતી નથી. નિયમો આ રીતે ન બતાવી શકું. કોઇ અન્ય ઓફિસમાં પૂછો... જે તે સમયે વિજય નેહરા એસટીના એમડી હતા ત્યારે તેમણે 8 લાખ કિમી દોડેલી બસોના પૈંડા થંભાવી દીધા હતા. પરંતુ વર્તમાન એમ.ડી.ને પહેલા ટ્રાન્સપોર્ટના નિયમો સમજાવવા પડે તેમ લાગે છે.

કંડમ બસોને ઉપરથી ટીપ-ટાપ કરી જાન લઈ જવા અપાય છે
દિવ્યભાસ્કરે રાજકોટ ડિવિઝનની બસમાં રિયાલિટી ચેક કર્યું તો ચોંકાવનારી વિગતો સામે આવી હતી. નોકરી જવાના ડરે ડ્રાઇવર-કંડક્ટર સત્તાવાર બોલવા તૈયાર નથી પરંતુ નામ ન આવાની શરતે કહે છે કે ડિવિઝનની 100 કરતા વધુ બસના આઠ લાખ કિમી સુધી થઇ ગયા છતાં દોડી રહી છે. આ બસમાં સમયસર બ્રેક ન લાગવી, ટાયરની મર્યાદા પણ પૂરી થવી સ્ટિયરિંગ પર કાબૂ પણ જતો રહે છે વગેરે ફરિયાદો થતી રહે છે તેમ છતાં આવી બસો દોડી રહી છે. અકસ્માત થાય તો જવાદારી કંડક્ટર-ડ્રાઇવરની રહે છે, એમ ભારતીય મજદૂર સંઘના પ્રદેશ પ્રમુખ વી.આર વાછાણીએ કહ્યું હતું.

2

કંડમ બસોને ઉપરથી ટીપ-ટાપ કરી જાન લઈ જવા અપાય છે

કંડમ બસોને ઉપરથી ટીપ-ટાપ કરી જાન લઈ જવા અપાય છે
દિવ્યભાસ્કરે રાજકોટ ડિવિઝનની બસમાં રિયાલિટી ચેક કર્યું તો ચોંકાવનારી વિગતો સામે આવી હતી. નોકરી જવાના ડરે ડ્રાઇવર-કંડક્ટર સત્તાવાર બોલવા તૈયાર નથી પરંતુ નામ ન આવાની શરતે કહે છે કે ડિવિઝનની 100 કરતા વધુ બસના આઠ લાખ કિમી સુધી થઇ ગયા છતાં દોડી રહી છે. આ બસમાં સમયસર બ્રેક ન લાગવી, ટાયરની મર્યાદા પણ પૂરી થવી સ્ટિયરિંગ પર કાબૂ પણ જતો રહે છે વગેરે ફરિયાદો થતી રહે છે તેમ છતાં આવી બસો દોડી રહી છે. અકસ્માત થાય તો જવાદારી કંડક્ટર-ડ્રાઇવરની રહે છે, એમ ભારતીય મજદૂર સંઘના પ્રદેશ પ્રમુખ વી.આર વાછાણીએ કહ્યું હતું.
3

એસટીની બસની ફીટનેસ ચકાસવાના નિયમો આ છે

એસટીની બસની ફીટનેસ ચકાસવાના નિયમો આ છે

કોઈ પણ એસટી બસમાં નિયમ મુજબ નિયમિત સમયાંતરે એન્જીન ઓઈલ, પાવર સ્ટિયરિંગ ઓઈલ, કુલન્ટ લેવલ ચેક, ફેન બેલ્ટ ચેક, હેન્ડ બ્રેક, સર્વિસ બ્રેક, ગિયર બોક્સ ઓઈલ, નટ-બોલ્ટ તપાસવા, ટાયરનું એર પ્રેશર, લાઈટ-ઈન્ડિકેટર, સ્વિચ, બેટરી, અર્થિંગ સહિતની બાબતો ચેક કરવી પડે છે. દરેક એસ.ટી. બસનો દર વર્ષે સ્થાનિક આરટીઓ કચેરીમાં ફિટનેસ ટેસ્ટ કરાવવો ફરજીયાત હોય છે. આરટીઓ અને ટ્રાન્સપોર્ટ વ્હીકલ એક્ટ મુજબ દરેક મુસાફર વાહનનું દર વર્ષે RTOમાં ફિટનેસ ટેસ્ટ થાય છે. જેમાં ફેલ થયેલી બસ રસ્તા પર દોડાવી શકાય નહીં.

7 લાખ કિ.મી. દોડી ચૂકેલી બસને જાન માટે શણગારી
તાજેતરમાં જ એસ.ટી નિગમ અને સરકારે ગરીબ અને મધ્યમ વર્ગને લગ્નપ્રસંગ માટે પોસાય તેવા રાહતદરે એસ.ટી બસ આપવાની જાહેરાત કરી અને તેના માટે સ્પેશિયલ શણગારેલી બસ પણ તૈયાર કરી છે. ખાટલે મોટી ખોડ એ રહી કે લગ્ન જેવા પ્રસંગ માટે પણ એસટી વિભાગ નવી બસને બદલે જે બસ 7 લાખ કિલોમીટર દોડી ગઈ છે, તેને ભાડે આપે છે જે લાંબો સમય ચાલી શકે તેમ નથી અને ગમેત્યારે આખે-આખી જાન માટે યમદૂત સમાન બની શકે છે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી