તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

7મીથી શરૂ થતી પરીક્ષાની હોલ ટિકિટનું વિતરણ શરૂ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જિલ્લાના 54846 વિદ્યાર્થીઓ ધોરણ-10 ,12ની પરીક્ષા આપશે
  • ધો.10ની બોર્ડ પરીક્ષામાં 229 દિવ્યાંગ વિદ્યાર્થી સામેલ

ગાંધીનગર: શિક્ષણ બોર્ડની ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય અને વિજ્ઞાનપ્રવાહની પરીક્ષાનો તારીખ 7મી, માર્ચથી પ્રારંભ થનાર છે. જિલ્લામાંથી ધોરણ-10 અને 12ના 54846 વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષા આપવાના હોવાથી તેની તૈયારીઓ આરંભી દીધી છે.
બેઠક વ્યવસ્થા માટે 49 કેન્દ્રોમાં 1935 બ્લોક ઉભા કરાશે: પરીક્ષાર્થીઓની બેઠકવ્યવસ્થા માટે 49 કેન્દ્રોના 166 શૈક્ષણિક બિલ્ડીંગોમાં 1935 બ્લોકનો ઉપયોગ કરવામાં આવનાર છે. બોર્ડ પરીક્ષાને પગલે શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓની હોલ ટિકીટો શાળાઓમાં મોકલી દેવાઇ છે. શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને હોલ ટિકીટ આપવાની કામગીરી કરાઇ રહી છે. બોર્ડ પરીક્ષાને પગલે જિલ્લા શિક્ષણતંત્ર દ્વારા તમામ પ્રકારની કામગીરીને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ઉપરાંત વિદ્યાર્થીઓને કોઇપણ પ્રકારની મુશ્કેલીઓ પડે નહી તેની પણ તકેદારી રાખવામાં આવે તેનું પણ સંપુર્ણ આયોજન કરી દેવામાં આવ્યું છે. 
ધો.10ના દિવ્યાંગ વિદ્યાર્થીઓની સંખ્યા: ધોરણ-10ની બોર્ડ પરીક્ષા આપતા 229 દિવ્યાંગ વિદ્યાર્થીઓમાં 173 વિદ્યાર્થીઓ અને 56 વિદ્યાર્થીનીઓનો સમાવેશ થાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

વધુ વાંચો