તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

PUBG પર પ્રતિબંધ હટાવવામાં કોઈ જાહેરહિત નથીઃ ગુજરાત હાઈકોર્ટ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 •  PUBG પીડિત વ્યક્તિ આ મામલે અરજી કરી શકે છે: હાઈકોર્ટ

અમદાવાદઃ પબ્જી ગેમ પર પ્રતિબંધને પડકારતી રિટને કાર્યકારી ચીફ જસ્ટિસ અનંત દવે અને જસ્ટિસ બી.એન. કારીયાની ખંડપીઠે ફગાવી દીધી છે. હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું હતુંકે, આ મામલો જાહેરહિતનો નથી, જો કોઇ વ્યક્તિને પ્રતિબંધ સામે વાંધો હોય તો વ્યક્તિગત રીતે કોર્ટમાં આવે. સરકારે લાદેલા પ્રતિબંધ સામે હાઇકોર્ટે અરજદારની રજૂઆત સાંભળી ન હતી. 
ઇન્ટરનેટ ફ્રિડમ ફાઉન્ડેશને પ્રતિબંધને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, વ્યક્તિ સ્વતંત્રતા ખરી પણ તે અનિયંત્રિત નથી. અરજદારે રજૂઆત કરી હતીકે, પોલીસ દ્વારા કલમ 144ના દુરુપયોગનો આ ક્લાસીક કિસ્સો છે. પોલીસે 22 લોકોની ગેરકાયદે ધરપકડ કરી છે. જોકે હાઇકોર્ટે આ તમામ દલીલો ધ્યાને લીધી ન હતી. 

હાઇકોર્ટનાં અવલોકન

 • સરકારને પ્રતિબંધની સત્તા નહીં હોવાની બાબત હાઇકોર્ટે માની નહીં.
 • મામલો જાહેરહિતનો નથી, માટે કોઇને જો આ પ્રતિબંધથી વ્યક્તિગત નુકસાન થાય તો તેઓ વ્યક્તિગત પિટિશન કરી શકે છે.
 • આમાં સરકાર દ્વારા કોઇ સર્વે કર્યા સિવાય જ પ્રતિબંધ લાદ્યો હોવાનું કહી શકાય નહીં.

દલીલો... પબ્જી રમનારને બંધારણીય સ્વતંત્રતા છે

 • પોલીસે કલમ 144 નો દુરઉપયોગ કર્યો છે. 
 • રાજ્ય સરકારને આ રીતે લોકોના અધિકાર પર તરાપ મારવાનો અધિકાર નથી.
 • પબ્જી રમનાર પુખ્તવયના છે અને બંધારણે સ્વતંત્રતા આપી છે તેનો ભંગ થઇ રહ્યો છે. 
 • રાજ્ય સરકારે કોઇ પણ સર્વે કર્યા સિવાય જ આ પ્રતિબંધ લાદ્યો છે.
 • બાળકોમાં ઉશ્કેરાટ ફેલાય છે તેવા કોઇના કહેલી વાત પર આ પ્રતિબંધ ન લાદી શકાય
 • અત્યાર સુધી 22 લોકોની ધરપકડ થઇ છે, જે ગેરકાયદે છે
 • સરકારે બંધારણની મર્યાદામાં રહીને આ જાહેરનામું બહાર પાડ્યું નથી. 
 • સામાન્ય નાગરિકો વ્યક્તિગત રીતે હાઇકોર્ટ નથી આવી શકતા એટલે જ તેઓ આ જાહેરહિતની રિટ કરી રહ્યા છે.
અન્ય સમાચારો પણ છે...