તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કિંજલ દવેને ચાર ચાર બંગડીવાળી ગાડી ગાવા અને ઈન્ટરનેટ પરથી ગીત હટાવવા કોર્ટેનો આદેશ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કિંજલને કોર્મિશિયલ કાર્યક્રમોમાં ગીત ગાવા પર 22મી સુધી પ્રતિબંધ - Divya Bhaskar
કિંજલને કોર્મિશિયલ કાર્યક્રમોમાં ગીત ગાવા પર 22મી સુધી પ્રતિબંધ
  • ઓસ્ટ્રેલિયામાં રહેતા કાઠિયાવાડી કિંગ તરીકે જાણિતા યુવકે કોપીરાઈટનો દાવો માંડ્યો
  • લોકગાયિકાને ગુજરાત હાઈકોર્ટે કોમર્શિયલ કાર્યક્રમોમાં ગાવા પર પ્રતિબંધ લાદયો
અમદાવાદ:  ગાયિકા કિંજલ દવેને કોમર્શિયલ કોર્ટે ચાર ચાર બંગડીવાળી ગાડી ગીત ન ગાવા પર 22મી જાન્યુઆરી સુધી આદેશ કર્યો છે. સાથે જ ઈન્ટરનેટ પ્લેટફોર્મ પરથી ગીત હટાવી લેવા જણાવ્યું છે. ગીતને અન્ય કોઈને વેચવામાં ન આવે તેવો આદેશ પણ કરાયો છે. શનિવારે બપોરે તેનું યુટ્યુબ પરનું ગીત હટાવી લેવામાં આવ્યું હતું.

1) યુટ્યુબ અપલોડના એક મહિનામાં કિંજલે ગીત ગાયુ

  • ઓસ્ટ્રેલિયામાં રહેતા કાઠિયાવાડી કિંગના નામે ઓળખાતા કાર્તિક પટેલે દાવો કર્યો છે કે ગીત તેણે લખ્યું છે અને ગાયું છે. કિંજલ દવેએ તેની નકલ કરી છે.
  • તેની કંપનીએ કોપીરાઈટ એક્ટ અંતર્ગત કહ્યું હતું કે, તેણે ગીત બનાવી તેનો વીડિયો 2016માં યુટ્યુબ પર અપલોડ કર્યો હતો. 
  • તેના એક મહિના પછી થોડા ફેરફાર કરીને કિંજલે ગીત ગાયું અને ઓક્ટોબર-16માં યુટ્યુબ પર વીડિયો અપલોડ કર્યો.
  • નકલથી તેને ઘણાં લાભો થયા અને ચાહના મળી. ગીત રચનારને જરાય ક્રેડિટ કે ચાહના મળી નથી. 

કોર્ટના નિર્ણય બાદ કિંજલ દવેએ જણાવ્યું હતું કે, આ ગીત પર અગાઉ પણ કેસ કરવામાં આવ્યો હતો, પરંતુ તે સમયે તેઓએ આ ગીત તેઓનું જ છે તેવું સાબિત કરી શક્યા નહતા. મેં હજુ સુધી કોર્ટના નોટિસના પેપર વાંચ્યા નથી. જો ગીત પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તો તેના ઉપર મારાં વકીલ સાથે ચર્ચા કર્યા બાદ આગળનો નિર્ણય લઇશું.