તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Gujarat Govt Extend Date Of File A Online Admission Form For Rte, 25th April Is Last Day

RTE માટેના ફોર્મ ભરવાની મુદ્દતમાં વધારો, 25 એપ્રિલ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 15 એપ્રિલ સુધીમાં સમગ્ર ગુજરાતમાં 1.80 લાખ જેટલાં ફોર્મ ભરાયાં
  • આ પહેલા ફોર્મ ભરવા માટે 15 એપ્રિલ છેલ્લો દિવસ હતો

અમદાવાદઃ RTE(રાઇટ ટૂ એજ્યુકેશન એક્ટ) હેઠળ પ્રવેશ ફોર્મ ભરવાની મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો છે. હવે 25 એપ્રિલ સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. RTE હેઠળ પ્રવેશ માટે ફોર્મ ભરવા 39 જેટલાં સેન્ટર પણ કાર્યરત રહેશે. તેની સાથે જ આ સેન્ટર પર 26 એપ્રિલ સુધી ફોર્મ જમા કરાવી શકાશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા ફોર્મ ભરવા માટે 15 એપ્રિલ છેલ્લો દિવસ નક્કી કરાયો હતો. પરંતુ લોકસભા ચૂંટણીના કારણે ફોર્મ ભરવાની તારીખમાં વધારો કરવામાં આવ્યો છે. 15 એપ્રિલ સુધીમાં સમગ્ર ગુજરાતમાં 1.80 લાખ જેટલાં ફોર્મ ભરાયાં છે, જ્યારે અમદાવાદ શહેર-ગ્રામ્યમાં કુલ 29 હજાર ફોર્મ ભરાયાં છે.

RTE હેઠળ પ્રવેશ મેળવવા માટે 1 જૂન, 2019 સુધીમાં પાંચ વર્ષ પૂરા કરનારા ગરીબ બાળકોને શાળામાં પ્રવેશ માટે ઓનલાઇન એડમિશન ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ સંબંધિત રિસિવિંગ સેન્ટર પર જમા કરાવવાના રહેશે.

અન્ય સમાચારો પણ છે...