તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાત કોંગ્રેસમાં ઉમેદવારોનું કોકડું ગુંચવાયું,ધાનાણી-ચાવડાના દિલ્હીમાં ધામા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધાનાણી-ચાવડાની રાહુલ ગાંધી સાથેની ફાઈલ તસવીર - Divya Bhaskar
ધાનાણી-ચાવડાની રાહુલ ગાંધી સાથેની ફાઈલ તસવીર
  • ધાનાણી-ચાવડાએ નક્કી કરેલા 8 નામ પર હાઈકમાન્ડની મહોર બાકી
  • પાટણ બેઠક પર અલ્પેશ ઠાકોર અને જગદીશ ઠાકોરનો ગજાગ્રહ યથાવત

અમદાવાદઃ ભાજપે ગુજરાતના 15 ઉમેદવારોની યાદી જાહેર કર્યા પછી ગુજરાત કોંગ્રેસમાં ઉમેદવારોનું કોંકડું વધુ ગુંચવાયું છે. જોકે ધાનાણી-ચાવડાએ મહામહેનતે આંતરિક વિખવાદ શાંત કરી 8 ઉમેદવારોના નામ તૈયાર કર્યા છે. પરંતુ હજુ હાઈકમાન્ડની મહોર બાકી હોવાથી ધાનાણી અને ચાવડાએ સોમવારને  25 માર્ચથી જ દિલ્હીમાં ધામા નાખ્યા છે. 

દિલ્હીમાં 8 ઉમેદવારોના નામ નક્કી થઈ શકેઃ આજે દિલ્હીમાં કોંગ્રેસ સ્ક્રીનિંગ કમિટી અને સેન્ટ્રલ ઈલેક્શન કમિટીની બેઠક મળવાની છે. જેમાં ધાનાણી અને ચાવડાએ ગુજરાતના ઉમેદવારોના નામો મુકશે. આ ઉપરાંત હાઈકમાન્ડ એ નામોની હા પાડે પછી કોંગ્રેસ 8 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરશે.

અલ્પેશની ટિકીટ માટે જિદ્દઃ પાટણ બેઠક પર પોતે અને સાબરકાંઠા બેઠક પર મળતીયાને ટિકીટ આપવા માટે લોબિંગ કરી રહ્યા છે. જોકે કોંગ્રેસે પાટણ પરથી જગદીશ ઠાકોરને લડાવવાનું  મન બનાવી લીધું છે. અલ્પેશ ઠાકોરની જિદ્દીનો ઉકેલ લાવવા માટે ધાનાણી અને ચાવડા રાહુલ ગાંધીને પણ મળી શકે છે.