તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાતની સુરક્ષાને લઈ મુખ્યમંત્રી રૂપાણીએ અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુખ્યમંત્રી રૂપાણીની ફાઈલ તસવીર - Divya Bhaskar
મુખ્યમંત્રી રૂપાણીની ફાઈલ તસવીર
  • પોલીસ વડા શિવાનંદ ઝા અને આઈ.બી.વડા આર. બી. બ્રહ્મભટ્ટ સહિતના અધિકારીઓ હાજર રહ્યા

અમદાવાદઃ ભારતીય વાયુસેનાએ POKમાં એરસ્ટ્રાઈક કર્યા બાદ સમગ્ર ગુજરાત હાઈ એલર્ટ પર છે. જેને પગલે મુખ્યમંત્રી રૂપાણીની ઉપસ્થિતિમાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાતની 508 કિ.મી. સરહદ પાકિસ્તાન સાથે જોડાયેલી હોવાથી પાકિસ્તાન જો કોઈ જવાબી કાર્યવાહી કરે તો તેને પહોંચી વળવા માટે કેવા પગલા ભરવા તે અંગે ચર્ચા કરી હતી.

 

આ બેઠકમાં મુખ્યમંત્રી રૂપાણી ઉપરાંત ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, આઈ.બી.વડા આર. બી. બ્રહ્મભટ્ટ, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એ.એમ. તિવારી, એ.ટી.એસ. ડી. આઈ. જી. હિમાંશુ શુક્લ, પોલીસ વડા શિવાનંદ ઝા અને અગ્રસચિવ એમ.કે. દાસ હાજર રહ્યા હતાં.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો