તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાજપનું ઓપરેશન કોંગ્રેસ, બે મહિનામાં પાંચ ધારાસભ્યો કોંગ્રેસમુક્ત બન્યાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આ પહેલા આશા પટેલ, જવાહર ચાવડા, વલ્લભ ધારવિયા, પરસોત્તમ સાબરિયાએ રાજીનામાં આપ્યા

અમદાવાદઃ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પાતળી બહુમતી મેળવ્યા બાદ કોંગ્રેસના ધારાસભ્યો ખેડવવાની શરૂઆત કરી હતી. જેમાં સૌપ્રથમ જુલાઈ 2018માં કુંવરજી બાવળિયાના ભાજપ પ્રવેશ સાથે કોંગ્રેસના ધારાસભ્યોનું રાજકીય ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. બાવળિયા બાદ અન્ય ચાર ધારાસભ્યો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા. જેના પગલે આજે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. આ પહેલા 2 ફેબ્રુઆરીના રોજ ડૉ.આશા પટેલે કોંગ્રેસ અને ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. ત્યાર બાદ 8 માર્ચના રોજ જવાહર ચાવડા, પરસોત્તમ સાબરિયા અને 11 માર્ચે વલ્લભ ધારવિયા તથા આજે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામું આપતા 2 મહિનામાં કુલ પાંચ ધારાસભ્યો કોંગ્રેસમુક્ત બન્યા છે. 

વિધાનસભામાં કોંગ્રેસની 77 બેઠકો ઘટીને 72 થઈ
2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 77 બેઠકો જીતી હતી. આ પહેલા કુંવરજી બાવળિયા અને ડૉ.આશા પટેલ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાતા કોંગ્રેસની સભ્ય સંખ્યા 75 પર આવી હતી. ત્યાર બાદ જવાહર ચાવડા, વલ્લભ ધારવિયા, પરસોત્તમ સાબરિયાએ રાજીનામું આપતા વિધાનસભામાં કોંગ્રેસના 72 ધારાસભ્ય જ રહ્યા હતા. જ્યારે તાલાલાના ભગવાન બારડને ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કરવાનો કેસ કોર્ટમાં છે.

 

અન્ય સમાચારો પણ છે...