તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાત ATSએ દિલ્હીમાંથી રૂ. 24 કરોડનું પાંચ કિલો મેથામ્ફેટામાઇન(નશીલો પદાર્થ) ઝડપ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝડપાયેલો 5 કિલો મેથામ્ફેટામાઇનનો જથ્થો - Divya Bhaskar
ઝડપાયેલો 5 કિલો મેથામ્ફેટામાઇનનો જથ્થો
  • 500 કરોડના ડ્રગ્સ મામલે ઝડપાયેલા બે આરોપીઓએ આપેલી માહિતીના આધારે કાર્યવાહી

અમદાવાદઃ તાજેતરમાં ગુજરાત ATSએ 500 કરોડના ડ્રગ્સ મામલે નિયામત ખાન અહમદ ઝાઈ (રહે. અફઘાનિસ્તાન) અબ્દુલ સલામ કુન્નીને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓએ પૂછપરછમાં ખુલાસો કર્યા બાદ એટીએસએ દિલ્હીના પહાડગંજમાંથી 5 કિલો મેથામ્ફેટામાઇનનો જથ્થો ઝડપી પાડ્યો છે. જેની બજાર કિંમત 24 કરોડ રૂપિયા છે. પાકિસ્તાનથી દરિયા મારફતે મોકલવામાં આવેલું આ કન્સાઈનમેન્ટ કચ્છના દરિયા કિનારે ઉતારવાનું હતું. હાજી નાદર નામના અફઘાનિ શખ્સ મારફતે આ ડ્રગ્સ દિલ્હી ઉતારવાનું હતું.

બાકીનો જથ્થો પેસેન્જર મારફતે સાઉદી અરેબિયા મોકલ્યો
આરોપી મહમ્મદ અબ્દુલ સલામ કુન્નીને વધુ તપાસ અર્થે તપાસ અધિકારી દ્વારા દિલ્હી લઇ જવામાં આવ્યો હતો. જ્યાં આ આરોપી મહમ્મદ અબ્દુલ સલામે જણાવ્યું કે, તે દિલ્હીના જે મકાનમાં રહેતો હતો તે મકાનમાં આશરે 5 કિલો મેથામ્ફેટામાઇન નામનો માદક પદાર્થ રાખ્યો છે. તેમજ વધુમાં જણાવ્યું કે, બાકીનો જથ્થો તેણે જુદી જુદી ફ્લાઇટમાં જુદા-જુદા મુસાફરો મારફતે સાઉદી અરેબિયા મોકલ્યો છે. નિયામત ખાનના જણાવ્યા તેમજ તેણે આગળ ચાલી બતાવ્યા મુજબ તપાસ અધિકારી દ્વારા તેને સાથે રાખી તેણે બતાવેલા મકાનમાં તપાસ કરતા આશરે 5 કિલો ‘આઇસ’ નામનો નશીલો પદાર્થ મળી આવ્યો હતો.

5 કિલો નશીલો પદાર્શ કચ્છના દરિયા કિનારે ઉતરેલા જથ્થાનો એક ભાગ
આરોપી નિયામત ખાન મુજબ,  હાજી નાદરે તેને જણાવ્યું કે માર્ચ 2019માં ‘આઇસ’-માદક પદાર્થનું કનસાઇનમેન્ટ પાકકસ્તાનથી બોટ મારફતે આવ્યું હતું અને તે કચ્છના દરિયા કિનારે ઉતાર્યું હતું. આ 5 કિલોનું કનસાઈનમેન્ટ કચ્છ ખાતે ઉતરેલા મોટા કનસાઈનમેન્ટનો એક ભાગ છે. જે બાબતે એ.ટી.એસ. ગુજરાત દ્વારા ઉંડાણ પૂર્વક તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, મેથામ્ફેટામાઇનને આઇસ, સાબુ,ડી મેથ અને ક્રિસ્ટલ મેથના નામે પણ ઓળખવામાં આવે છે.  

અન્ય સમાચારો પણ છે...