તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Gujarat ATS Arrested Naxalite Who Blasted The Bomb During The 2014 Lok Sabha Elections

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

2014ની લોકસભાની ચૂંટણી સમયે બોમ્બ બ્લાસ્ટ કરનાર નક્સલવાદીને ગુજરાત ATSએ ઝડપ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઝડપાયેલો નક્સલવાદી અમદાવાદ નજીક રણોદરા પાસે સ્ટીલની ફેક્ટરીમાં કામ કરતો હતો
  • ઝારખંડ સરકારે એક લાખનું ઈનામ આપવાની જાહેરાત કરી હતી
  • ગુજરાતે એટીએસ દ્વારા નક્સલવાદીને ઝારખંડ પોલીસને સોંપવા તૈયારી શરૂ
અમદાવાદ- ઝારખંડ: વર્ષ 2014ની લોકસભા ચૂંટણી સમયે ઝારખંડના ધનબાદ પાસે માઈન્સ બિછાવી પોલીસની જીપ પર હુમલો કરનાર નક્સલવાદીની ગુજરાત એટીએસે ધરપકડ કરી છે. આ નક્સલવાદી અમદાવાદ નજીક આવેલી રણોદરાની સ્ટીલની કંપનીમાં છેલ્લા એક વર્ષથી કામ કરી રહ્યો હતો. તે 4 વર્ષ પહેલા ઓઢવમાં વેપારી મહામંડળની કાંતિલાલ શેઠની સ્ટીલના પતરાની ફેક્ટરીમાં પણ કામ કરી ચૂક્યો છે.
2004થી નક્સલવાદમાં જોડાયો: ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે ઝારખંડમાં વર્ષ 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન રાજગંજ પોલીસ વિસ્તારમાં માઈન્સ બિછાવી પોલીસની જીપ ઉડાડનાર નક્સલવાદી સીતારામ માંઝી (ઉમર વર્ષ 45, રહે. ગામ-ધોવતણ, ધનબાદ) રણોદરા પાસે છુપાયો છે. એટીએસની ટીમે તેનો ઝડપી પુછપરછ કરતા તે વર્ષ 2004માં ધનબાદની ક્રાંતિકારી કિસાન કમિટી નામની નક્સલવાદી જોડાયો હતો. 2009માં ધનબાદ અંગરપતરા રેલવે પોલીસ સ્ટેશનમાં હુમલો કરી રાઈફલોની લૂંટના ગુનામાં ઝડપાયો હતો. તેના જ ગામની શાળામાં છેતરપિંડીના ગુનામાં વોન્ટેડ છે.
ઝારખંડ સરકારે એક લાખનું ઈનામ જાહેર કર્યું હતું: નક્સલવાદી સીતારામ છેલ્લા 4 વર્ષથી ઓઢવમાં વેપારી મહામંડળની સ્ટીલના પતરાની ફેક્ટરીમાં કામ કરતો હતો અને એક વર્ષ પહેલા જ તે રણોદરા પાસે સ્ટીલની કંપનીમાં જોડાયો હતો. સીતારામને પકડવા માટે ઝારખંડની સરકારે એક લાખનું ઈનામ પણ જાહેર કર્યું છે. હાલમાં આરોપીને ઝારખંડ પોલીસેન સોંપવા તૈયારી શરૂ કરવામાં આવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો