તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદમાં 5 બેઠકો માટે સરકારી કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મત આપશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 21 સેન્ટરો ફાળવવામાં આવ્યા  

અમદાવાદ: લોકસભાની ચૂંટણીમાં ફરજ બજાવનારા સરકારી કર્મચારીઓ આજે પોસ્ટલ બેલેટથી મતદાન કરશે. અમદાવાદ જિલ્લામાં આવતી પાંચ લોકસભા માટે મતદાન કરવામાં આવશે. જે પણ અધિકારીઓ અને કર્મચારીઓ 23 એપ્રિલના રોજ ચૂંટણી ફરજ પર છે તેઓ આજે મતદાન કરી રહ્યા છે.
પાંચ વાગ્યા સુધી મતદાન: અમદાવાદ જિલ્લામાં 21 વિધાનસભાનો સમાવેશ થાય છે. જે પણ મતદારને જે તે વિધાનસભામાં આવે છે તેમાં મતદાન કરવાનું રહેશે. અલગ અલગ વિધાનસભાના 21 સેન્ટરો નક્કી કરવામાં આવ્યા છે. સવારે નવ વાગ્યાથી મતદાન શરૂ કરવામાં આવ્યું છે જે સાંજે પાંચ વાગ્યા સુધી ચાલશે. પોલીસ અને હોમગાર્ડની જેમ સરકારી કર્મચારીઓ એક જ જગ્યાએ નહીં પરંતુ તેમના સમાવિષ્ટ વિધાનસભાની જગ્યાએ સરળતા માટે સેન્ટર આપવામાં આવ્યું છે.
અન્ય સમાચારો પણ છે...