ભાસ્કર સ્ટીંગ / પીરાણા-પીપળજના હનુમાન મંદિરે ‘પ્રસાદ’માં ભક્તોને ચિલમમાં ગાંજો ભરીને અપાય છે

ganja fill chillam served to devotee as prasad at Pirana-Piplaj based Hanuman Temple

  • એકતરફ રામધૂન ચાલે અને બીજીતરફ મહંત-સાધુઓ ભક્તોને ફૂંકણીમાં ગાંજો પિરસે છે
  • બાલા હનુમાન મંદિરમાં ખાલી હાથે આવેલા ભક્તોને મહંત પોતાની પાસેથી ગાંજો આપે છે

DivyaBhaskar

Apr 29, 2019, 12:01 PM IST

ચેતન પૂરોહિત, અમદાવાદ: આમ તો અમદાવાદના એક ખૂણે આવેલા પીરાણા-પીપળજના બાલા હનુમાન મંદિરની આસપાસનો ભાગ સૂમસામ અને અવાવરૂ રહેતો હોય છે. રાત્રે તો ઠીક, દિવસે પણ કોઈ નજીક ખાસ ફરકતું નથી. પરંતુ જેવો શનિવાર આવે એટલે સાંજ પડતાં જ અહીં લોકોની અવર-જવર વધવા લાગે છે. અરે.. મોંઘીદાટ ગાડીઓ પણ ધૂળની ડમરીઓ ઉડાડતી ધસમસતી આવતી જોઈ શકાય છે. એવું નથી કે, આ મંદિરમાં બિરાજમાન હનુમાનજીનું કોઈ વિશેષ સત છે, પરંતુ આ મોટાભાગના ભક્તો મંદિરમાં મળતી વિશેષ પ્રકારની પ્રસાદી લેવા આવતા હોય છે. આ પ્રસાદી હોય છે ગાંજો ભરેલી ચિલમની.. જી હા, મંદિરમાં આવતા ભક્તો પોતાની સાથે ગાંજો લઈને આવે છે જેને મંદિરના મહંત તમાકુ સાથે ચોળી, ચિલમમાં ભરીને ફૂંકવા આપતા હોય છે.
એકતરફ ભજન-ધૂન અને બીજીતરફ ગાંજાની મહેફિલ
પીરાણા-પીપળજ પાસે આવેલું બાલા હનુમાન મંદિર પ્રથમ નજરે તો અન્ય કોઈ સામાન્ય મંદિર જેવું જ દેખાય છે. પરંતુ ભક્તો દર્શન કરીને બાજુમાં ચાલતા ભજનમાં જાય ત્યારે સામાન્ય લોકોની આંખો ખુલ્લી રહી જાય છે. એક તરફ ભજન અને ધૂન ચાલતી હોય છે ત્યારે બીજી તરફ યુવાનો અને વડીલો ત્યાં આવે છે અને પોતાના ગ્રુપમાં ગોઠવાઈ જાય છે. થોડીક વારમાં જ ફરતી-ફરતી ચિલમ આવે એટલે તે બધા ગાંજો પીતા દેખાય છે. ઘણી વખત કોઇ ગ્રુપ ગાંજો લઇને ન આવ્યુ હોય તો ત્યાં હાજર કેટલાક સાધુ તેમને ગાંજો આપતા હોય છે. 'દિવ્ય ભાસ્કર'ના સ્ટીંગમાં સમગ્ર બાબત કેદ થઇ છે.
દર શનિવારે મોટી સંખ્યામાં યુવાનોનો જમાવડો
પીરાણા ડમ્પીગ સાઈટથી પીપળજ જતા માર્ગથી ઈન્ડસ્ટીયલ એરિયા શરૂ થાય છે. ત્યાં આવેલા બાલા હનુમાન મંદિરમાં ગાંજો આપવામાં આવે છે અને લોકો ત્યાં જ ગાજો પીવે છે તેવું જાણ થતા દિવ્યભાસ્કર ડોટ કોમની ટીમ ત્યા પહોંચી હતી અને સ્ટિંગ ઓપરેશન કર્યું હતું. જેમાં યુવાનોનું ગ્રુપર મોડીરાત સુધી ત્યા બેસીને ગાંજો પીતા નજરે ચઢે છે. શનિવારે રાતે 10 વાગ્યા બાદ આ જગ્યાએ ગાંજો પીવાય છે. રાતના સમયે આ મંદિરમાં લોકો ભજનમાં તેવું જાણવા મળ્યું હતું. અહિંયા શહરેના જુદા-જુદા વિસ્તારના લોકો દર શનિવારે ત્યાં આવે છે. અહિંયા યુવાનો ભજનમાં બેસી જાય છે અને થોડીવારમાં ભગવાનની ભક્તિના બદલે નશાના દમ ખેંચતા હોય છે.
પોલીસ અને નોર્કોટિક્સ વિભાગ અજાણ
દિવ્યભાસ્કર એપના સ્ટિંગ ઓપરેશનમાં યુવાનો અને સાધુઓ અલગ-અલગ ગ્રુપમાં ગાંઝાની ચિલમ, સિગરેટ ભરીને દમ મારતા કેદ થયા છે. એક સમયે કોઇ ગ્રુપ ચિલમ ન લાવ્યુ હોય તો ત્યા હાજર સાધુ પોતે ચીલમ બનાવી આપે છે. એક સમયે તો ત્યા આવેલા એક યુવક પાસે ગાંજો ન હતો એટલે ત્યાં હાજર એક સાધુએ તેમને 500 રૂપિયામાં ગાંજો આપવાની ઓફર પણ કરી હતી. આસ્થાના સ્થાને નશો થતો હોવાથી ઘણા ભક્તોની લાગણી દુભાઈ છે. હજી સુધી પોલીસ કે નાર્કોટિક્સ વિભાગની નજર ત્યા સુધી કેમ નથી પહોંચી તે મુદ્દે અનેક પ્રશ્નાર્થ છે.
X
ganja fill chillam served to devotee as prasad at Pirana-Piplaj based Hanuman Temple
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી