અમદાવાદ- ગાંધીનગરનું એનાલિસીસ / બે સીટ પર ભાજપ, કોંગ્રેસે ત્રણયે સીટ પર ઉમેદવાર બદલ્યા છતાં મતદાનની ટકાવારી લગભગ સરખી રહી

gandhinagar ahmedabad east and ahmedabad west voting

 • પાટીદાર વિસ્તારમાં સૌથી વધુ મતદાન જ્યારે મુસ્લિમ વિસ્તારમાં સૌથી ઓછું મતદાન
   

DivyaBhaskar

Apr 24, 2019, 01:35 AM IST

અમદાવાદ પશ્ચિમઃ કુલ મતદાન 3 ટકા ઘટ્યું, સૌથી વધુ અમરાઈવાડીમાં ઘટ્યું

અમદાવાદ પશ્ચિમ લોકસભાની બેઠક પર ગત 2014ની ચૂંટણી કરતા 3 ટકા જેટલુ મતદાન ઓછું નોંધાયું છે. ગત 2014માં ભાજપના ઉમેદવાર કિરીટ સોલંકીએ 6.17 લાખ મત મેળવ્યા હતા, જેમાં 3.20 લાખની પ્રતિસ્પર્ધી સામે લીડ મેળવી હતી. આ સંજોગોને ધ્યાને લેતા આ વખતે ગત ચૂંટણી કરતાં 3 ટકા જ ઓછું મતદાન થયું છે ત્યારે જીતનાર ઉમેદવારની લીડમાં કોઇ ખાસ મોટો ફરક ન પડે તેવી શક્યતા છે. મતદારોને ગરમીના માર વચ્ચે મતદાન મથક સુધી લઇ જવા માટે બંને પક્ષો નિષ્ફળ રહ્યા છે. હજુ પણ મતદારોમાં વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીની અસર વધારે હોય તેમ લાગી રહ્યું છે જેને કારણે મતદાનમાં મોટો ઘટાડો નોંધાયો ન હતો. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે આ બેઠક પર પોતાના ઉમેદવારને બદલ્યો હતો અને રાજ્યસભાના સાંસદ રહી ચૂકેલા રાજુ પરમારને ટિકિટ આપી હતી. સામાન્ય રીતે આ બેઠક ભાજપનો ગઢ ગણાય છે.

એલિસબ્રિજમાં 5 ટકા ઘટ્યું

વિધાનસભા 2019 2014 તફાવત
એલિસબ્રિજ 61.2 66.39 -5.19
અમરાઈવાડી 55.47 60.81 -5.34
દરિયાપુર 58.09 62.72 -4.63
જમાલપુર-ખાડિયા 56.81 57.23 -0.42
મણિનગર 61.13 65.73 -4.06
દાણીલીમડા 61.08 61.98 -0.9
અસારવા 61.11 62.66 -1.55
કુલ 59.82 62.93 -3.11

સમાન પેટર્ન હિન્દુ-મુસ્લિમ વિસ્તારોમાં 2014ની વોટિંગ પેટર્ન સાથે સરખામણી કરીએ તો કોઈ ખાસ ફરક જોવા મળ્યો નહતો.

મુદ્દા નહીં ચહેરા પર મતદાન

 • વિધાનસભા અને લોકસભાના મતદાનમાં મતદારોનો જુસ્સો અલગ જોવા મળ‌ે છે.
 • ગરમીને કારણે બપોર પછી નિરસ મતદાન હતું જ્યારે સાંજે ખાસ જુસ્સો જોવા મળ્યો ન હતો.
 • મતદાન માટે પ્રેરાય તેવા કોઇ વિશેષ મુદ્દા ન હોવા છતાં સરેરાશ મતદાન સારું રહ્યું હતું.

અમદાવાદ પૂર્વઃ દહેગામમાં 6 ટકા વોટિંગ વધ્યું, બાપુનગરમાં ઘટ્યું

અમદાવાદ પૂર્વના વિસ્તારમાં ભાજપા અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે સીધી ટક્કર છે. ત્યારે પટેલ ફેક્ટર સહિતની બાબતોની અસર પણ આ વિસ્તારમાં જોવા મળે તેવું વાતાવરણ પહેલા લાગી રહ્યું હતું. જોકે આ વખતની ચૂંટણીમાં ગત લોકસભાની ચૂંટણી કરતા માંડ 0.77 ટકા જેટલું જ ઓછું મતદાન નોંધાયું હતું. ગત લોકસભાની ચૂંટણીમાં જીતનાર ભાજપાના ઉમેદવારની પ્રતિસ્પર્ધી ઉમેદવાર સામે લીડ 2.66 લાખ જેટલી જંગી હતી. તે કાપવા માટે ભારે મતદાન થાય તે આવશ્યક હતું. જોકે વખતનું મતદાન લગભગ ગત લોકસભાની ચૂંટણી જેટલું જ જોવા મળ્યું હતું. તેને કારણે વિજયી ઉમેદવારની લીડમાં કોઇ ખાસ ફર્ક ન પડે તેવી જણાઇ રહ્યું છે. પાટીદાર અનામત પછી બંને પક્ષે પહેલીવાર પટેલ ઉમેદવારને ટિકિટ આપી હતી. કોંગ્રેસે ઈતિહાસમાં પહેલી વખત અમદાવાદ પૂર્વમાં મહિલા ઉમેદવારની પસંદગી કરી હતી. જે પાસ સાથે સંકળાયેલી હતી.

વટવામાં 2 ટકા વોટિંગ ઘટ્યું

વિધાનસભા 2019 2014 તફાવત
દહેગામ 60.69 54.4 6.29
ગાંધીનગર દક્ષિણ 64.4 63.18 1.22
વટવા 59.16 61.82 -2.66
નિકોલ 61.91 62.56 -0.65
નરોડા 58.28 60.75 -2.47
ઠક્કરબાપાનગર 61.43 63.04 -1.61
બાપુનગર 58.88 61.71 -2.83
કુલ 60.77 61.59 -0.82

સમીકરણ બદલવા પ્રયાસ ઘણા વિસ્તારો પાટીદાર પ્રભાવિત હોવાથી કોંગ્રેસે પટેલ મહિલાને ટિકિટ આપી સમીકરણ બદલવા પ્રયાસ કર્યો છે.

પાટીદાર ફેક્ટર ચર્ચામાં રહ્યું

 • ગરમીની અસર વચ્ચે લોકોને મતદાન મથક સુધી ખેંચી જવામાં લગભગ સફળતા મળી છે.
 • લગ્નસરાને કારણે એક તરફ પણ મતદાનમાં નજીવો ફરક પડ્યો હોવાનું જણાય છે.
 • પૂર્વમાં મતદાન પર કોઇ ખાસ ફેક્ટરની અસર જોવા મળી ન હતી.

ગાંધીનગરઃસાણંદમાં 5 ટકા વોટિંગ વધ્યું, વેજલપુરમાં 5 ટકા ઘટી ગયું


ગાંધીનગર લોકસભા બેઠક પર મહત્તમ શહેરી મતદાતાઓનો વર્ગ વધુ છે. શરૂઆતના કલાકોમાં મતદાનમાં મંદ ગતિને કારણે ભાજપને ચિંતા પેઠી હતી પરંતુ બપોર બાદ મતદાનનો આંકડો ઊંચકાયો હતો. જો કે આ બેઠક ભાજપનો ગઢ છે અને સવાલ માત્ર જીતના માર્જિનનો છે.આ વિસ્તારમાં પાટીદારનો મોટો વર્ગ છે અને પાટીદાર ફેક્ટરની સૌમાં ચર્ચા હતી. નીચું મતદાન આ પરિબળને લઇને જ ભાજપ માટે ચિંતા કરાવે તેમ હતું. પરંતુ બપોર બાદ ધીરે ધીરે મતદાનની ટકાવારી વધી હતી. શહેરોથી વિપરિત અહીંના ગ્રામ્ય વિસ્તાર કલોલ અને સાણંદમાં મતદાન સતત વધી રહ્યું હતું.બપોરે ત્રણ વાગ્યા બાદ મતદાન શહેરી વિસ્તારોમાં ઊંચકાયું હતું. ઘરમાં ટીવી સામે બેસેલાં મતદારો ત્યારે બહાર નીકળ્યા જ્યારે અંતિમ કલાકો દરમિયાન જ કેબલ ટીવીનું પ્રસારણ ઠપ થઇ ગયું.

સીજેના ગઢમાં પણ મતદાન ઘટ્યું

વિધાનસભા 2019 2014 તફાવત
ગાંધીનગર ઉત્તર 62.43 62.72 -0.29
કલોલ 67.45 64.24 3.21
સાણંદ 68.35 62.92 5.43
ઘાટલોડિયા 68.95 69.51 -0.56
વેજલપુર 60.32 65.77 -5.45
નારણપુરા 63.81 64.93 -1.12
સાબરમતી 63.25 63.61 -0.36
કુલ 64.95 65.57 -0.62

દિગ્ગજ ઉમેદવાર ગાંધીનગર બેઠક પર ભાજપના રાષ્ટ્રીય કક્ષાના જ ઉમેદવારને ટિકિટ ફાળવાય છે. આ વખતે પણ રાષ્ટ્રીય પ્રમુખને ટિકિટ આપી હતી.

સુસ્ત વોટિંગ બપોર પછી વધ્યું

 • સવારના કલાકો દરમિયાન શહેરોમાં મતદાન સુસ્ત રહેવા પામ્યું હતું.
 • બપોર પછી મતદાનમાં થોડો સુધારો થયો. અંતે 2014ની સરખામણીએ ટકામાં બહુ ફરક ન રહ્યો.
 • ભાજપના ઉમેદવાર અમિત શાહે અમદાવાદના તમામ બુથની મુલાકાત લીધી
X
gandhinagar ahmedabad east and ahmedabad west voting
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી