તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Former Miss India Swaroop Rawal Selected Among Top 10 Finalists For Global Teacher Prize 2019

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાંસદ પરેશ રાવલની પત્ની સ્વરૂપને ગ્લોબલ ટીચર પ્રાઈઝ, ગુજરાતની પ્રાઈમરી સ્કૂલમાં ભણાવે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 23 માર્ચે દુબઈમાં યોજાનાર કાર્યક્રમમાં વિજેતાનું નામ ઘોષિત કરાશે
  • વિજેતાને $1 મિલિયન (7 કરોડ)નું ઈનામ મળશે
  • મિસ ઈન્ડિયા રહી ચૂકેલી સ્વરૂપ છેલ્લે ફિલ્મ ઉરી-ધ સર્જિકલ સ્ટ્રાઈકમાં જોવા મળી હતી

અમદાવાદ: અભિનેતા અને સાંસદ પરેશ રાવલની પત્ની અને મિસ ઈન્ડિયા રહી ચૂકેલી સ્વરૂપ સંપતનું નામ ટોપ 10 ગ્લોબલ ટીચર પ્રાઈઝમાં સામેલ થયું છે.વિશ્વના 179 દેશોના 10000 ટીચરમાં તેમનું નામ સિલેક્ટ થયું છે. આગામી 23 માર્ચે દુબઈમાં યોજાનાર એક કાર્યક્રમમાં વિજેતાનું નામ ઘોષિત કરાશે. વિજેતાને $1 મિલિયન (7 કરોડ)નું ઈનામ પણ મળશે.
સ્વરૂપ હાલ ગુજરાતની સ્કૂલમાં ભણાવે છે: ગ્લોબલ ટીચર પ્રાઈઝમાં સિલેક્ટ થયા બાદ સ્વરૂપ કહ્યું હતું કે શિક્ષકો દ્વારા કરેલું કામ લોકો જોવે છે, જેથી તે બહુ જ ખુશ છે. તેના શિક્ષકોને તે પ્રેરણારૂપ માને છે. 60 વર્ષની સ્વરૂપ હાલ ગુજરાતની લાવડ પ્રાઈમરી સ્કૂલમાં ભણાવે છે. તેઓ બાળકોને ડ્રામા સહિત અન્ય કેટેગરી અને સેલ્ફ કોનફિડન્સના પાઠ ભણાવે છે. અને સાથે જ ફ્રી વર્કશોપ કરીને દેશભરના બાળકોને શિક્ષણ આપે છે.
સ્વરૂપ છેલ્લે ફિલ્મ‘ઉરી’માં જોવા મળી: અભિનેત્રી સ્વરૂપને આપણે કેટલી વખત ફિલ્મોમાં અભિનય કરતા જોઈ છે. ત્યારે લાંબા સમયથી ફિલ્મના પરદાથી દુર રહેલી સ્વરૂપ છેલ્લે ફિલ્મ ‘ઉરી-ધ સર્જિકલ સ્ટ્રાઈક’માં જોવા મળી હતી. તે પહેલા ફિલ્મ ‘કી ઔર કા’માં કરીના કપૂરની માતાનો રોલ કરતા જોવા મળી હતી. વર્ષ 1979માં તે મિસ ઈન્ડિયા કોન્ટેસ્ટની વિજેતા બની હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

વધુ વાંચો