તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધો. 12 પાસ કર્યા પછી બાઈક અને સ્માર્ટ ફોન લઈ આપવાનું કહેતા સગીર ઘરેથી રિસાઈને જતો રહ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બે દિવસ બાદ પણ સગીરનો કોઈ અત્તોપત્તો નથી 
  • પાલક પિતાએ નાનાભાઈના પુત્રને દત્તક લીધો છે
અમદાવાદ: ઈસનપુર વિસ્તારમાં રહેતા એક પુત્રએ પાલક પિતા પાસે બાઈક અને સ્માર્ટ ફોનની માંગણી કરી હતી. પિતાએ ધો. 12 પાસ કરશે પછી બાઈક લઈ આપશે તેવું જણાવતાં સગીર રિસાઈને ઘરેથી જતો રહ્યો હતો. ઈસનપુર પોલીસે હાલ સગીરની શોધખોળ શરૂ કરી છે.

1) મિત્રના ઘરે જાઉં છું કહી ઘરેથી નીકળી ગયો

મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં ઈસનપુરમાં આવેલી એક સોસાયટીમાં રહેતા યુવકે તેમના નાનાભાઈના પુત્રને દત્તક લીધો હતો. સગીર  હાટ્કેશ્વરમાં આવેલી હિન્દી સ્કૂલમાં ધો. 11 કોમર્સમાં અભ્યાસ કરે છે. બે દિવસ પહેલા રાતે સગીર તેના પાલક પિતા પાસે આવ્યો હતો અને જણાવ્યું હતું કે 'મને બાઈક અને સ્માર્ટ ફોન લઇ આપો'. પિતાએ પુત્રને જણાવ્યું હતું કે ભણવામાં ધ્યાન આપ અને ધો. 12 પાસ કરશે પછી બાઈક લઈ આપીશ. પિતાએ આવું કહેતા પુત્ર રિસાઈ ગયો હતો અને મિત્રના ઘરે જાઉં છું તેમ કહી ઘરેથી નીકળી ગયો હતો. મોડી રાત સુધી પુત્ર ઘરે ન આવતા તેના સગા-સંબંધી અને મિત્ર વર્તુળમાં તપાસ કરી હતી પરંતુ તે મળી આવ્યો ન હતો. 

મોડી રાત સુધી પુત્રની શોધખોળ બાદ તેનો અત્તોપત્તો ન લાગતાં પાલક પિતાએ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં પુત્રના અપહરણની ફરિયાદ નોંધાવી હતી. ઈસનપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ વાય.જી. માથુકીયાએ જણાવ્યું હતું કે, સગીર હજી સુધી મળી આવ્યો નથી. તેની શોધખોળ ચાલી રહી છે.