તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ex Bjp Mla Jagroop Singh Rajput Write A Letter To Cm Rupani On Alpesh Thakor Entry In Party

ભાજપના પૂર્વ MLAનો CMને પત્ર, અલ્પેશ ઠાકોરને પક્ષમાં લેશો તો પરપ્રાંતીયો નારાજ થશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જગરૂપસિંહ રાજપુતની ફાઈલ તસવીર - Divya Bhaskar
જગરૂપસિંહ રાજપુતની ફાઈલ તસવીર

અમદાવાદઃ અલ્પેશ ઠાકોરને ભાજપમાં લેવા મામલે પૂર્વ ધારાસભ્ય જગરૂપસિંહ રાજપુતે મુખ્યમંત્રી રૂપાણી અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને પત્ર લખ્યો છે. આ પત્રમાં જગરૂપસિંહે લખ્યું કે, જો અલ્પેશ ઠાકોરને ભાજપમાં લેશો તો અન્ય ભાષાના મતદારો નારાજ થઈ શકે છે. જેની અસર માત્ર ગુજરાતમાં જ નહીં, હિન્દી ભાષી રાજ્યોમાં પણ થઈ શકે છે. 

પરપ્રાંતીયોમાં અલ્પેશ સામે નફરત

હાલ અલ્પેશ ઠાકોરને ભાજપમાં લેવાની વાત ચાલે છે. અલ્પેશ ઠાકોરને હું વ્યક્તિગત ઓળખું છું. પરંતુ પરપ્રાંતીયો પર જ્યારથી હુમલ થયા છે ત્યારથી હિન્દી ભાષી સમાજમાં તેની સામે રોષની લાગણી છે. તે સમયે પોતાના વતનમાં જતા રહેલા લોકોના ગામોમાં અલ્પેશ સામે નફરત છે. તેને ભાજપમાં લેવામાં આવશે તો પરપ્રાંતીયોમાં અને તેમાં પણ ખાસ કરીને હિન્દી ભાષી મતદારો પર અસર પડશે. જેની અસર માત્ર અમદાવાદમાં જ નહીં, સમગ્ર ગુજરાત અને રાજસ્થાન, મધ્યપ્રદેશ, યુ.પી., બિહાર જેવા રાજ્યોમાં પણ પડશે. આમ લોકસભા ચૂંટણીમાં ભાજપને રાજકીય નુકસાન થવાની પુરી સંભાવના છે. 

 

આ મારી અને સમાજની લાગણી આપને વ્યક્ત કરી છે અને આ મારી ફરજ સમજીને આપને માહિતગાર કરું છું. બાકી આપ અને પાર્ટીને યોગ્ય લાગે તે. આપનો જગરૂપ 

અલ્પેશ પર પરપ્રાંતીયો પર હુમલાનો આરોપ લાગ્યો હતો
ગત વર્ષના ઓક્ટોબરમાં સાબરકાંઠાના ઢુંઢર ગામે બાળકી ઉપર દુષ્કર્મની ઘટના બાદ ગુજરાતમાં પરપ્રાંતીયો પર હુમલા થયા હતા. જેના પગલે પરપ્રાંતીયોએ હિજરત કરવાની ફરજ પડી હતી. આ સમયે પરપ્રાંતીયો પર ઠાકોર સેનાના અલ્પેશ ઠાકોરના કથિત ઇશારે હુમલા થતાં હોવાની ચર્ચા ચાલી હતી. તેમજ બિહાર કોર્ટે અલ્પેશ ઠાકોર સામે ગુજરાતમાં રહેતા બિહારીઓ ઉપર અત્યાચારને પ્રોત્સાહન આપવાના આરોપસર મુઝ્ઝરપુરમાં ફરિયાદ દાખલ કરવા માટે આદેશ આપ્યો હતો. ત્યારબાદ અલ્પેશ ઠાકોર સામે કલમ 153, 295 અને 504 હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.