રાજરમત / અંગત જીવનમાં પોતાને 'અનાથ' કહેનારી રેશ્માનું રાજકીય 'છત્ર' પણ ભંગ થઈ ગયું!

divyabhaskar.com

Mar 15, 2019, 06:02 PM IST
ex bjp leader reshma patel loose political support, check out life story
X
ex bjp leader reshma patel loose political support, check out life story

 • રેશ્માએ 2015માં હાર્દિકને છોડાવવા આમરણ ઉપવાસ પણ કર્યાં, 2017માં ગાળો દીધી
 • ભાજપમાં પોતાનો દાવ થઈ ગયાનું લાગતા બેફામ નિવેદનો કર્યા, અંતે પક્ષ છોડ્યો

અમદાવાદઃ એક સમયે પાટીદાર આંદોલનની ટોચની નેતાગીરીમાં સામેલ અને હાર્દિક સહિતના જેલમાં પૂરાયેલા પાસના નેતાઓને છોડાવવા આમરણાંત ઉપવાસ પર ઉતરીને રાતોરાત લાઈમલાઈટમાં આવેલી રેશ્મા પટેલ 2017ની વિધાનસભા ચૂંટણી પહેલાં પાસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાઈ હતી. હવે  2019ની લોકસભા ચૂંટણી પહેલાં રેશ્માએ ફરી ઘર બદલ્યું છે અને ભાજપ સાથે છેડો ફાડ્યો છે. જો કે રેશ્માએ કયા પક્ષમાં જોડાશે તે અંગે હજી સુધી ફોડ પાડ્યો નથી. પરંતુ તેણે 23 એપ્રિલે લોકસભા સાથે યોજાનારી માણાવદર વિધાનસભા બેઠકની પેટા-ચૂંટણીમાં ઝંપલાવવાની જાહેરાત કરી છે. છેલ્લા ચાર વર્ષમાં સાવ અજાણ્યા ચહેરાથી રાતોરાત ગુજરાત પાટીદારોનો ચર્ચાસ્પદ ચહેરો બની જનારી રેશ્મા પટેલનું અંગત અને જાહેર જીવન ઘણા ઉતાર-ચઢાવ ભરેલું છે. 
 

રેશ્માના રાજકીય અને અંગત જીવનમાં અનેક ઉતાર-ચડાવ આવ્યા

હાર્દિકને છોડાવવા 21 દિવસના ઉપવાસથી રેશ્મા ચર્ચિત ચહેરો બની
1.

પાટીદાર આંદોલન 2015માં તેની ચરમસીમાએ હતું ત્યારે પોલીસે પાટીદાર અનામત આંદોલન સમિતિના (પાસ) કન્વીનર હાર્દિક પટેલ તથા અન્ય સાથીદારોની ધરપકડ કરી હતી. આ બધાને છોડાવવાની માગ સાથે રેશ્મા 21 ડિસેમ્બર પહેલા નિકોલમાં અને પછી એસજી હાઈવે સ્થિત ઉમિયાધામ ખાતે આમરણાંત ઉપવાસ પર બેઠી હતી. આ દરમિયાન તેનું સુગર લેવલ ડાઉન થતાં પોલીસે તેને બળજબરીપૂર્વક સોલા સિવિલમાં દાખલ કરી હતી. આ ઘટનાએ રેશ્માને રાતોરાત પાટીદાર આંદોલનનો પ્રચલિત ચહેરો બનાવી દીધી હતી. સિદસરધામના અગ્રણી જેરામ પટેલ સાથે બેઠક બાદ રેશ્માએ 11 જાન્યુઆરી, 2016ના રોજ પોતાનું આંદોલન સમેટ્યું હતું.

રેશ્માના પિતાએ પત્નીની હત્યા કરતા આજીવન કેદ થઈ
2.મૂળ જૂનાગઢની રેશ્માની ફેમિલિ લાઈફ કદી સ્થિર થઈ શકી નથી અને કદાચ આ કારણથી જ આજે પણ તે પોતાને અનાથ કહેવડાવે છે. 2006માં રેશ્માની ઉંમર ફક્ત 22 વર્ષની હતી ત્યારે જ તેના પિતાએ તેની માતાની ઘાતકી હત્યા કરી નાંખી હતી. તેના પિતાને આજીવન કેદ થતાં તે જેલમાં છે. એકલી પડેલી રેશ્મા ત્યારબાદ અમદાવાદ આવી અને વેજલપુરમાં એક ભાડાના ફ્લેટમાં પાટીદાર આંદોલન સમયની એક બહેનપણી સાથે રહેવા લાગી હતી. 
 
રેશ્મા અમદાવાદમાં જ્યારે પતિ-બે બાળકો વડોદરામાં રહે છે
3.

રેશ્મા પટેલના ત્યારબાદ લગ્ન થયા હતા. તેના પતિ વડોદરાના છે. એટલું જ નહીં, રેશ્માને જોડિયા બાળકો પણ છે જેમાં એક દિકરા અને એક દિકરીનો સમાવેશ થાય છે. પરંતુ પહેલાં પાટીદાર આંદોલન અને ત્યારબાદ પોતાની રાજકીય મહત્ત્વાકાંક્ષાઓ સંતોષવા રેશ્મા પરિવારથી અલગ થઈ ગઈ. જો કે, તેણે જે-તે સમયે કહ્યું હતું કે, તે અવશ્ય તેના બાળકો અને પરિવારની સાથે રહેવા માગે છે અને એકદિવસ અવશ્ય આમ થશે.

વિધાનસભા ચૂંટણી પહેલાં હાર્દિક સાથે છેડો ફાડી ભાજપમાં પ્રવેશી
4.રેશ્મા પટેલ પાટીદાર આંદોલનના મુખ્ય ચહેરામાં સ્થાન મેળવી ચૂકી હતી અને હાર્દિકને ગુજરાતમાંથી તડીપાર કરાયો ત્યારે તેણે પાસની ધૂરા સંભાળી હતી. પરંતુ 2017ની વિધાનસભા ચૂંટણી આવતા સુધીમાં તો આ બધું બદલાઈ ગયું. ઓક્ટોબર-17માં અમદાવાદના મહાદેવનગર ખાતેના ફ્લેટમાં પત્રકાર પરિષદ યોજીને રેશ્માએ હાર્દિક સાથે છેડો ફાડી ભાજપમાં જોડાવાની ઘોષણા કરી સહુને ચોંકાવી દીધા હતા. આ સમયે તેણે હાર્દિકને ચરિત્રહીન અને સ્વાર્થી નેતા ગણાવ્યો હતો.
વિધાનસભા ટીકીટ ન મળી, ટીવી ડિબેટ કરવા પુરતી જ ભૂમિકા
5.

ભાજપમાં રેશ્મા વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ મેળવવાની આશાએ જોડાઈ હતી. પરંતુ તે ભાજપના નેતાઓનો સ્વભાવ પરખવામાં કદાચ થાપ ખાઈ ગઈ હતી. રેશ્માને વિધાનસભાની ટિકિટ તો ન મળી પરંતુ શરૂઆતમાં માત્ર દેખાડા ખાતર પ્રવક્તા જેવો હોદ્દો મળ્યો, બોલવાની આઝાદી નહીં. માત્ર ટીવી પર પાટીદાર આંદોલનને લગતી ડિબેટ હોય તેમાં ભાજપના મોવડીમંડળ તરફથી રેશ્માને ભાજપનો બચાવ કરવા ધરી દેવાતી હતી. આમ રેશ્માનો ભાજપમાં હરિરસ તુરંત ખાટો થઈ ગયો અને આ કારણે અકળાઈને બેફામ નિવેદનો કરવાનું અને તક મળ્યે ભાજપની નેતાગીરીને વખોડવાનું શરૂ કરી દીધું.

COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી