ઈચ્છામૃત્યુની માગ / વૈદેહીને હસતી જોઈ પરિવાર કિલ્લોલ કરતો, આજે તેને રોજ મરતા જુએ છે

DivyaBhaskar | Updated - Mar 17, 2019, 03:46 PM
X

  • સેરેબ્રલ પાલ્સીથી પીડાતી 22 વર્ષની છોકરીનો પરિવાર કોર્ટ પાસે આ તકલીફમાંથી મુક્તિનું વરદાન માગે છે
  • વૈદેહીની સાર-સંભાળ માટે માતા પલકબેન સરકારી નોકરી છોડી ચૂક્યા છે, પિતા મેડિકલ સ્ટોર ચલાવે છે

અમદાવાદ: સોલા વિસ્તારમાં રહેતા પરિવારમાં 22 વર્ષ પહેલા વૈદેહીએ જન્મ લીધો. કહેવાય છે કે વેલો વધે તેમ દીકરી વધે. મોટી થતી વૈદેહી કાલુ-કાલુ બોલીને પરિવારને હસાવતી પરંતુ એક દિવસ તેણે જ હસવાનુ બંધ કરી દીધુ. પરિવારને ખબર પડી તેને સેરેબ્રલ પાલ્સી નામની બિમારી છે. પહેલા ડોક્ટરોએ તેને કસરત કરાવાનું કહ્યું પરંતુ તેની હાલત સતત ખરાબ થતી ગઇ. આજે એ જ પરિવાર પોતાની લાડકવાયી દીકરીને તલ-તલ પિસાઈને મરતા જોઇ શકતો નથી. આ કારણથી જ કાળજે પથ્થર મુકીને વૈદેહીને ઇચ્છા મૃત્યુ મળે તે માટે તેના માતા-પિતાએ હાઇકોર્ટમાં અરજી કરી છે.

વૈદેહીનો પરિવાર કહે છે, "હવે તો દવા-દુઆમાંથી કાંઈ કામ આવતું નથી"
1.બનાસકાંઠાના વતની અને અમદાવાદમાં સ્થાયી થયેલા પરિવારની વાત સાંભળીને ભલભલાની આંખમાંથી આંસુ નિકળી જાય છે. સોલામાં રહેતા દેવેન્દ્રભાઇ મેડિકલ સ્ટોર ચલાવે છે. તેમની પત્ની પલકબેન સરકારી નોકરી કરતા હતા પરંતુ પુત્રીની સાર-સંભાળ માટે તેઓ આ નોકરી છોડી ચૂક્યા છે. તેમના પરિવારમાં સૌથી મોટી વૈદેહી (22) અને તેનાથી નાનો દીકરો મહર્ષિ છે જે હાલ કોલેજમાં અભ્યાસ કરે છે. વૈદેહીને સેરબ્રલ પાલ્સી થતા તેના માટે પરિવારે દવા, દુઆ... બધા રસ્તા અજમાવી જોયા પરંતુ તેની હાલત રોજ રોજ બગડતી જઇ રહી છે.
પિતા કહે છે, દીકરી તેની દૈનિક ક્રિયા માટે પણ તેમની પર નિર્ભર છે
2.દેવેન્દ્રભાઇએ જણાવ્યું કે વૈદેહી હવે 22 વર્ષની થઇ છે. પરંતુ તે સંપૂર્ણપણે બીજા પર નિર્ભર છે. તેને દૈનિક ક્રિયા પણ અમારે જ કરાવવી પડે છે. મેં અને મારી પત્નીએ તેની સેવા કરવામાં 22 વર્ષ સુધી પાછું વળીને જોયું નથી. પરંતુ હવે અમારી તબિયત સારી નથી રહેતી. અમારા પછી અમારી વૈદેહીનું કોઇ નહીં હોય અને અમે નથી ઈચ્છતા કે તેના કારણે તેના ભાઈની પણ જિંદગી પર બોજ પડે. આ કારણથી જ વૈદેહીને આ દુઃખ ભર્યા જીવનથી મુક્તિ મળે તે માટે હાઇકોર્ટમાં ઇચ્છા મૃત્યુ માટે અરજી કરી છે. 
માતા કહે છે, તેમના પછી તેમની દીકરીનું શું થશે તે ચિંતા કોરી ખાય છે
3.આ અંગે પલકબેને જણાવ્યું હતું કે વૈદેહી રોજ સવારે 7-30 વાગ્યે ઉઠે છે. તેને મારે તેડીને ફરવી પડે છે.મને સરકારી નોકરી મળી હતી.પરંતુ મારી દીકરીની સેવા માટે તે મે ઠુકરાવી દીધી હતી. હવે હું વારંવાર બીમાર પડું છું અને મને રોજ ચિંતા થાય છે કે મારા પછી મારી દીકરીની હાલત શું થશે? છેલ્લા કેટલાક વર્ષોથી તે બેસી શકતી નથી. તેને રોજ રોજ મરતા જોવી મારા માટે અસહ્ય છે. આના કરતા તેને મોત મળે તો સારું અને આ માટે જ કોર્ટને આજીજી કરીએ છીએ કે મારી દીકરીને આ શ્રાપરૂપી બીમારીમાંથી મુક્ત થવા દે.
વૈદેહી નવરાત્રિમાં તૈયાર થતી તો માં એકી ટસે જોઇ રહેતી
4.સામાન્ય બાળકોની જેમ નવરાત્રીમાં ગરબાની ધૂન સાંભળીને વૈદેહી કુદી ઉઠતી હતી. પોતાની દીકરીને પણ સામાન્ય દીકરીની જેમ પલકબેન તૈયાર કરતા હતા. તે સમયે તો વૈદેહી બેસી સકતી હતી. પરંતુ હવે છેલ્લા કેટલાય વર્ષોથી પથારી છોડી નથી. સેરેબ્રલ પાલ્સીની બીમારીને લીધે હવે તો વૈદેહીના હાથ-પગ વળી ગય છે. તે એક ઇંચ પણ ખસી શકતી નથી.
વૈદેહીને પાઉં-ભાજી ભાવે પણ ખવડાવતા માતાની આંખોમાં આંસુ આવે
5.પલકબેને જણાવ્યુ કે વૈદેહીને રોજ સવાર-સાંજ મારે મારા હાથે જમાડવી પડે છે. તેને પાઉં-ભાજી બહુ ભાવે છે. હું તેને પાઉં-ભાજી ખવરાવું ત્યારે મને હંમેશા વિચાર આવે છે કે મારા પછી મારી દીકરીની નાની ઇચ્છાઓને કોઇ જોઇ શકે તેમ નથી. અસહ્ય વેદનાઓ વચ્ચે જ્યારે પરિવાર વૈદેહીને શાંત કરવાનો પ્રયાસ કરે અને તે ન માને તો તેને ટીવીમા મ્યુઝિકની ચેનલ શરુ કરે છે જેથી વૈદેહી તે જોયા કરે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App