તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દ્વારકા વિધાનસભાની ચૂંટણી રદ્દ, પબુભા માણેકનું ધારાસભ્ય પદ જશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પબુભા માણેકની ફાઈલ તસવીર - Divya Bhaskar
પબુભા માણેકની ફાઈલ તસવીર

અમદાવાદ: દ્વારકા વિધાનસભા 2017ની ચૂંટણીમાં વિજેતા બનેલા ભાજપના ઉમેદવાર પબુભા માણેકના ફોર્મમાં ભુલ હોવાના મામલે થયેલી રીટના અનુસંધાને આજે ગુજરાત હાઈકોર્ટે દ્વારકા વિધાનસભાની 2017ની ચૂંટણી રદ કરવાનો આદેશ કર્યો છે. દ્વારકા કોંગ્રેસના ઉમેદવાર મેરામણ ગોરિયાએ ભાજપના ધારાસભ્ય પબુભા માણેકના ઉમેદવારી પત્રમાં ભુલ હોવાના મામલે હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટના આદેશથી ભાજપને વધુ એક ફટકો પડ્યો છે.

પબુભાનું ધારાસભ્ય પદ જશે: દ્વારકા 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પ્રખર શિવભક્ત અને ભાજપના ધારાસભ્ય પબુભા માણેક 6943 મતોની લીડથી વિજયી થયા હતા. ત્યારે તેમની સામે હારેલા કનિદૈ લાકિઅ કોંગ્રેસના ઉમેદવાર મેરામણ ગોરિયાએ પબુભાની જીત અને તેમનું ઉમેદવારી ફોર્મ રદ કરવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ મામલે આજે હાઈકોર્ટે ભાજપને મોટો ઝટકો આપ્યો હતો. હવે દ્વારકામાં ફરીથી વિધાનસભાની ચૂંટણી યોજાશે અને પબુભાનું ધારાસભ્ય પદ પણ જશે.

સાત વખત લડ્યા આઠમી વાર ફરી લડીશું: દ્વારકાના ઘારાસભ્ય પબુભા માણેક વાતચિત કરતાં જણાવ્યું હતું કે,'ક્ષતીમાં એવું કાંઈ મોટુ છે નહીં. એમાં 4 ખાના હોય. એમાં 4 ખાનામાં લખવાનું હોય કે બીજેપી, બીજેપી, ત્રણમાં લખેલુ છે. એકમાં નથી લખેલુ, તો નામદાર કોર્ટની અમારાથી કોઈ ટિપ્પણી કરાઈ નહીં. એને જેમ ઠીક લાગ્યું તેમ કર્યું છે. અમે સુપ્રીમ કોર્ટમાં જઈએ છીએ. અમને ત્યા ચોક્કસ ન્યાય મળશે અને જો ત્યા પણ ન્યાય નહિં મળે તો આવું કાંઈ કોઈ ભાળ ફાટી નીકળ્યું નથી. સાત લડ્યા છીએ અને આઠમી વખત ફરી લડીશું. અત્યારે અમે લોકસભાની ચૂંટણીનો ગામે-ગામ પ્રચાર કરી રહ્યાં છીએ. હાઈકોર્ટનો ચુકાદો મારા માટે કોઈ ઝટકો નથી. રાજકારણમાં આ બધુ થતું હોય છે, આમા કોંગ્રેસને ખુશ થવાની જરૂર નથી. ત્રણ વાર અપક્ષમાં લડ્યો છું, એક વાર કોંગ્રેસમાં લડ્યો છું અને ત્રણ વાર બીજેપીમાં લડ્યો છું. સતત સાત વખત જીત મેળવી અને આઠમીવાર ફરી લડીશું. વધુમાં પબુભાએ જણાવ્યું હતું કે 26એ 26 બેઠક ભાજપની છે. આ સીટ પરથી 3થી 4 લાખની લીડ નીકળશે.

પબુભાના ચુકાદા પર ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડયાની પ્રતિક્રિયા: પબુભાના ઉમેદવારી પત્રકમાં કોઈ ટેક્નિકલ કારણસર ગુજરાત હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો છે. આ ચુકાદાની નકલ મળ્યાં પછી અમે કાયદાકીય પરિભાષાનો અભ્યાસ કરીને સુપ્રીમ કોર્ટમાં જવા આગળની કાર્યવાહી કરીશું. પબુભા પર કોઈપણ પ્રકારની ગેરરીતિ કે આક્ષેપ નથી. ઉમેદવારી ફોર્મમાં ટેક્નિકલ ભુલ છે. જેથી કોંગ્રેસ મહેરબાની કરીને કોઈ રાજકીય મૂલ્યાંકન ન કરે અને રાજકીય આક્ષેપો ન કરે.

પબુભા દ્વારકા સીટ પર સતત સાતમી વખત અજેય: દ્વારકાના ઈતિહાસમાં પ્રથમ વાર ભાજપને 7000 મતની જંગી લીડ મળી હતી. અને પબુભા માણેક સતત સાતમી વખત જીત મેળવી હતી. જ્યારે ભાજપમાં રહીને પબુભા સતત ત્રીજી વખત અજેય રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...