અરજી / પબુભા માણેકે હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો, 22મી એપ્રિલે સુનાવણી

DivyaBhaskar.com | Updated - Apr 15, 2019, 12:25 PM
પબુભા માણેકની ફાઈલ તસવીર
પબુભા માણેકની ફાઈલ તસવીર

  • કોંગ્રેસના મેરામણ ગોરિયાએ પણ સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ દાખલ કરી
  • ચુકાદો આપતા પહેલા સુપ્રીમ કોર્ટ મેરામણ ગોરિયાને સાંભળશે
  • ગોરિયાએ પબુભાની જીત અને ઉમેદવારી ફોર્મ રદ કરવા હાઈકોર્ટમાં અરજી કરી હતી

અમદાવાદ-જામનગર: દ્વારકા વિધાનસભા 2017ની ચૂંટણીમાં વિજેતા બનેલા ભાજપના ઉમેદવાર પબુભા માણેકના ફોર્મમાં ભુલ હોવાના મામલે થયેલી રીટના અનુસંધાને ગુજરાત હાઈકોર્ટે દ્વારકા વિધાનસભાની 2017ની ચૂંટણી રદ કરવાનો આદેશ કર્યો હતો. આ મામલે પબુભાએ હાઈકોર્ટના ચુકાદાને પડકારતા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. જેની સુનાવણી 22મી એપ્રિલે હાથ ધરાશે. મળતી માહિતી પ્રમાણે મેરામણ ગોરિયાએ પણ સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ અરજી કરી છે. ચુકાદો આપતા પહેલા સુપ્રીમ કોર્ટ ગોરિયાને સાંભળશે.

પબુભાનું ધારાસભ્ય પદ જશે: દ્વારકા 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પ્રખર શિવભક્ત અને ભાજપના ધારાસભ્ય પબુભા માણેક 6943 મતોની લીડથી વિજયી થયા હતા. ત્યારે તેમની સામે હારેલા કનિદૈ લાકિઅ કોંગ્રેસના ઉમેદવાર મેરામણ ગોરિયાએ પબુભાની જીત અને તેમનું ઉમેદવારી ફોર્મ રદ કરવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ મામલે હાઈકોર્ટે ભાજપને મોટો ઝટકો આપ્યો હતો. હવે દ્વારકામાં ફરીથી વિધાનસભાની ચૂંટણી યોજાશે અને પબુભાનું ધારાસભ્ય પદ પણ જશે.

X
પબુભા માણેકની ફાઈલ તસવીરપબુભા માણેકની ફાઈલ તસવીર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App