તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિકોલ પોલીસની બેદરકારીને લીધે મેજીસ્ટ્રેટ આરોપીની રાહ જોઈ બેસી રહ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આરોપીઓને સમયસર રજૂ ન કરતા કોર્ટને રાતના 9.30 સુધી બેસવું પડ્યું
  • આરોપીઓ માર માર્યાની ફરિયાદ ન કરે અને પોલીસ રિમાન્ડ ન માગે એવી ગોઠવણ થઈ

અમદાવાદઃ આરોપીઓની ધરપકડ બાદ રિમાન્ડ માટે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં તપાસ અધિકારી આળસ અને બેદરકારીના કારણે મેટ્રોપોલિટન કોર્ટના મેજિસ્ટ્રેટે રાતના સાડા નવ વાગ્યા સુધી કોર્ટ રૂમમાં જ આરોપીઓની રાહ જોઈ બેસી રહેવું પડ્યાનો કિસ્સો બહાર આવ્યો છે. માત્ર એટલું જ નહીં, ધરપકડ પછી આરોપીઓને કથિતપણે જે ક્રૂર માર મારેલો તેના લીધે તેમને કોર્ટમાં નહીં પણ સીધા સિવિલ હોસ્પિટલ લઈ જવા પડ્યા હતા. પરંતુ આરોપીઓના પ્રોડક્શનના પેપર્સ પણ કોર્ટમાં જમા કરાવી દેનારા તપાસ અધિકારીને જ્યારે ભાન થયું કે, મેજીસ્ટ્રેટ આરોપીની રાહ જોઈ બેસી રહ્યા છે ત્યારે આરોપીને તાબડતોબ સિવિલમાંથી લાવી કોર્ટમાં રજૂ કરવાના હવાતિયા માર્યા હતા.

આરોપીઓને ફટકારીને દાખલો બેસાડ્યો અને ફસાયા
નિકોલમાં યુવકની હત્યા કરવાના કેસમાં પોલીસે સગ્રામસિંહ ઉર્ફે ટકાલ સિકરવાર અને અભિષેક ઉર્ફે રાજા વિજયસિંહ ગૌતમનને ઝડપી લીધા હતા. જાહેરમાં હત્યા કરીને કાયદો અને વ્યવસ્થા પર અસર થતી હોવાથી પોલીસે આરોપીઓને ફટકારીને દાખલો બેસાડયો હતો. બીજી તરફ હત્યા કેસમાં વિવિધ મુદ્દે આરોપીઓના રિમાન્ડ જરૂર હોવાથી પીઆઈ એચ.બી.ઝાલાએ રિમાન્ડ અરજી અને પ્રોડકશન રિપોર્ટ સોમવારે સાંજે 4.૩૦ વાગે કોર્ટમાં મોકલ્યો હતો. જ્યારે આરોપીઓને મેડિકલ માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. 

પોલીસ 10 મિનિટમાં આરોપી આવે છે કહી કલાક સુધી આરોપીને લઈ પહોંચી નહીં

બીજી તરફ કોર્ટ ડ્યુટી જમાદારે આરોપીઓ ન હોવા છતા રિમાન્ડ અરજી અને પ્રોડકશન રિપોર્ટ ઉપર કોર્ટનો સિક્કો મારી દીધો હતો અને રિમાન્ડ અરજીની સુનાવણી હાથ ધરાઈ ગઈ હતી. પરંતુ આરોપીની સહી અને હાજરી વિના રિમાન્ડ પર સોંપી શકાય નહીં. જેથી કોર્ટ તેની રાહ જોતી રહી હતી. પોલીસ 10 મિનિટમાં આરોપી આવે છે એમ કહી કલાક સુધી આરોપીને લઈ પહોંચી નહોતી. આ દરમિયાન તપાસ કરતા ખુલાસો થયો કે, આરોપીઓને મૂઢ માર મારતા સિવિલના તબીબોએ તેની ઈન્ડોર સારવાર લેવાની ભલામણ કરી હતી. આ દરમિયાન જો આરોપી કોર્ટ સુધી ન પહોંચે તો પોલીસની નોકરી જોખમમાં મુકાય તેમ હતી. જેથી પીઆઈ ઝાલા પોતે સિવિલ પહોંચી ગયા અને ગોઠવણ કરી આરોપીને 9.30 વાગ્યે કોર્ટમાં રજૂ કર્યા.

બીજી તરફ આરોપીઓ પોલીસ સામે માર માર્યાની ફરિયાદ ન કરે અને પોલીસ તેના રિમાન્ડ ન માગે એવી ગોઠવણ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...