તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Departmental Inquiry Against Accused Suicide Attempt In Police Lockup Case In Ahmedabad

પોલીસ લોકઅપમાં આરોપીના આપઘાતનો પ્રયાસ, PSI સહિતના કર્મીઓ સામે ખાતાકીય તપાસ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • સરદારનગર પોલીસ સ્ટેશનમાં લૂંટ-ધાડના આરોપીએ સળગવાનો પ્રયાસ કર્યો હતો
  • જવાબદાર પોલીસ કર્મીઓને બચાવવાના પ્રયાસ  
અમદાવાદ:  સરદારનગર પોલીસ સ્ટેશનમાં લૂંટ અને ધાડના આરોપીએ સળગીને આપઘાતના પ્રયાસમાં જવાબદાર પીએસઓ, પીએસઆઈ સહિતના કર્મીઓ સામે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી છે. જો કે પોલીસકર્મીઓના નિવેદન લઈ પ્રાથમિક તપાસ કરવામાં આવી હોવાનું અધિકારીઓ કહી જવાબદાર પોલીસકર્મીઓને બચાવી રહ્યા છે. માચીસ આરોપી પાસે કઈ રીતે આવી તે બાબતે પણ પોલીસ હજી સુધી સ્પષ્ટતા કરી શકી નથી.

પોલીસ સ્ટેશનમાં આરોપી રાજૂ ખટવાણીએ સળગીને આત્મહત્યાના પ્રયાસ મામલે રાજુ અને તેના પુત્ર સામે પોલીસે ગુનો ફરિયાદ નોંધી હતી જેમાં આરોપી રાજુએ મોડી રાત્રે લોકઅપમાંથી ધમકી આપી હતી મને ખોટો અંદર પુર્યો છે, ખોટો કેસ કર્યો છે. હું સળગીને મરી જઈશ. તમારું અને પીઆઈનું નામ આપી દેવાની ધમકી આપી હતી. આવી ધમકીના પગલે PSOએ સેકન્ડ પીઆઈ જે.એ. શેખને ફોન કરી જાણ કરી હતી. 

પીઆઈએ પીએસઓને ગભરાશો નહીં અને પોલીસ સ્ટેશનના CCTV કેમરા ચાલુ છે, કહીં નાઈટના પીએસઆઈ આઈ.કે મોથલિયાને જાણ કરવા કહ્યું હતું. હું આવું છું કહીને પીએસઆઈ પોલીસ સ્ટેશન આવ્યા જ નહોતા આવી તમામ બાબતોનો ઉલ્લેખ છતાં કોઈ કડક કાર્યવાહી કરાઈ નથી.

ઝોન-4 ડીસીપી નીરજ બડગુજરે જણાવ્યું હતું કે આરોપીના આપઘાતના પ્રયાસ મામલે જવાબદાર પીએસઓ સહિતના કર્મીઓને નોટિસ આપવામાં આવી છે. પ્રાથમિક તપાસ બાદ તેઓની ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી છે. હજી સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.