તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહિસાગરના વાઘનુ સર્પદંશથી મોત કે હત્યા ? પીએમ રિપોર્ટમાં ખુલાસો થશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મહિસાગરના જંગલમાં જે વાઘ દેખાયો તે એ જ વાઘ છે તેની તપાસ ચાલુ: ગણપત વસાવા
  • વનપ્રેમીઓમાં ભારે રોષ- એકમાત્ર વાઘને વનવિભાગ સાચવી ન શક્યું
અમદાવાદ: ગુજરાતમાં 34 વર્ષ બાદ મહિસાગર જિલ્લામાં જોવા મળેલા વાઘનો મૃતદેહ લુણાવાડાનાં જંગલમાં કોહવાયેલી હાલતમાં મળી આવ્યો હતો. વાઘનું મોત સર્પદંશથી થયુ કે તેનો શિકાર કરવામાં આવ્યો તે પીએમ રિપોર્ટમાં ખુલાસો થશે.

મહિસાગરના લૂણાવાડામાં વાઘનો મૃતદેહ મળ્યો છે તે મહિસાગરના જંગલોમાં દેખાયેલો વાઘ છે કે અન્ય વાઘ છે તેની તપાસ ચાલું છે, વાઘનું પીએમ કરાવવામાં આવી રહ્યું છે. તેના રિપોર્ટ બાદ તેના મોતનું કારણ જાણી શકાશે. સર્પદંશથી અથવા તો તેની હત્યા કરવામાં આવી છે કે કેમ તે પીએમ રિપોર્ટ બાદ જાણી શકાશે.

મંગળવારની સાંજના સુમારે 6 વાગ્યાની આસપાસ કંતારના જંગલમાં અતિશય દુર્ગંધના પગલે વાઘનો મૃતદેહ જોવા મળતાં સ્થાનિકોની જાણના પગલે વન વિભાગ દોડી આવ્યું હતું. અને વાઘનો મૃતદેહ જોતાં ચોંકી ઉઠ્યું હતું ત્યારબાદ અધિકારીઓ દોડી આવ્યા હતા.

વાઘનું મૃત્યુ કયા કારણોસર થયું છે તે તો તેના પોસ્ટમોર્ટમ બાદ જ જાણી શકાશે પરંતુ દૂ:ખની બાબત એ છે 34 વર્ષ બાદ ગુજરાતમાં એક શિક્ષકના જોયા પછી દિવ્યભાસ્કરના એક્સક્લુઝિવ અહેવાલોના પગલે મહિસાગર જિલ્લામાં જેની ઉપસ્થિતિ નોંધવામાં આવી હતી તે વાઘ હવે નથી. નબળી નેતાગીરીના પગલે વાઘને સાચવવામાં નિષ્ફળ નિવડતા પર્યાવરણપ્રેમીઓ નિસાસા નાખી રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

વધુ વાંચો