તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરક્ષિત મનાતા ગુજરાતમાં રોજ 17 મહિલાઓ ગુમ, ત્રણ પર રેપ અને પાંચનું અપહરણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વિધાનસભામાં રજૂ થયેલી માહિતીમાં ખુલાસો 
  • અમદાવાદમાં સૌથી વધુ 15 ગેંગરેપ
  • ગેંગરેપના 33 આરોપી ઝડપાયા નથી  

અમદાવાદઃ સુરક્ષિત ગણાતા ગુજરાતમાં મહિલાઓ સૌથી વધુ અસુરક્ષિત છે. વિધાનસભા ગૃહમાં મહિલાઓ પરના અત્યાચારોને લઈ ચોંકાવનારી વિગતો બહાર આવી છે. જેમાં છેલ્લા એક વર્ષમાં 1,679 મહિલાનું અપહરણ, 6108 મહિલાઓ ગુમ અને 926 પર રેપની ઘટનાઓ બની છે. 
 

1) વડોદરા, નવસારી, ડાંગ અને બોટાદમાં એકપણ ગેંગરેપ નહીં

રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષ(1 ઓગસ્ટ 2013થી 31 જુલાઈ 2018)માં ગેંગરેપના કુલ 97 બનાવો બન્યાં છે. જેમાં કુલ 408 આરોપીઓ ઝડપાયા છે,જ્યારે ૩૩ આરોપીઓ પકડવાના બાકી છે. તેમજ અમદાવાદમાં ગેંગરેપના સૌથી વધુ 15 બનાવ બન્યા છે. જે પૈકી 16 આરોપીઓ હજી પકડાયા નથી. જ્યારે સુરત- જામનગરમાં 1-1, ખેડા-પંચમહાલમાં 2-2, કચ્છ અને ગીર-સોમનાથમાં 3-3 અને પાટણમાં 5 આરોપી હજી પકડવાના બાકી છે. આ સિવાયના તમામ જિલ્લાઓમાં આરોપીઓ પકડાઈ ગયા છે. વડોદરા, નવસારી, ડાંગ, બોટાદ જિલ્લાઓમાં તથા પશ્ચિમ રેલવે વડોદરામાં કોઈ બનાવો નોંધાયા નથી. 

છેલ્લા પાંચ વર્ષ(1 જુલાઈ 2013થી 30 જુન 2018)માં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં મહિલાના ગળામાંથી સોનાના મંગળસૂત્ર, અછોડા, ચેન તોડીને ભાગી જવાના કુલ 1803 જેટલા બનાવ નોંધાયા છે. જે પૈકી 1463 આરોપીઓ પકડાયા છે. ગૃહ વિભાગ કહે છે કે, માત્ર અમદાવાદમાં 3 અને સુરતમાં 8 આરોપી જ પકડવાના બાકી છે. 

અમદાવાદ શહેર-15, રાજકોટ શહેર-5, સુરત શહેર-9, ખેડા-2, આણંદ-3, ગાંધીનગર-2,સાબરકાંઠા-2, અરવલ્લી-2, મહેસાણા-2, જામનગર-1,મોરબી-1, સુરેન્દ્રનગર-4 , બનાસકાંઠા-1,કચ્છ-4, પાટણ-3, અમરેલી-1, ભાવનગર-4, જૂનાગઢ-4, ગીર-સોમનાથ-5, વડોદરા ગ્રામીણ-3, ભરૂચ-2, નર્મદા-2, પંચમહાલ-8,  દાહોદ-4, સુરત ગ્રામીણ-3, તાપી-2, વલસાડ-2, પ.રે.અમદાવાદ-1 

વિધાનસભામાં રજૂ થયેલી માહિતી પ્રમાણે વર્ષ 2013-14માં 1,621 મહિલાઓનું અપહરણ થયું હતું. જ્યારે વર્ષ 2017-18માં મહિલાઓના અપહરણના કેસ વધીને 1,679 નોંધાયા હતાં. જ્યારે મહિલાઓ ગુમ થવા અંગે વાત કરીએ તો 2013-14માં 5059 કેસ નોંધાયા હતા. જ્યારે વર્ષ 2017-18માં 6108 કેસ નોંધાયા છે. ચાર જ વર્ષમાં મહિલાઓ ગુમ થવાના કેસમાં એક હજારથી વધુનો વધારો થયો છે. વર્ષ 2013-14માં બળાત્કારના 753 કેસ નોંધાયા હતા, જ્યારે વર્ષ 2017-18માં 926 રેપ કેસ નોધાયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો